________________
છે કાળા પડતાં તે આકાશમાંથી જવાબ છે
૨૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દેવાને પ્રયત્ન સર્વથા નિરર્થક છે; કેમકે જેને જવાબ છે જ નહિ તેવા પ્રશ્નો પણ બેકાર છે. આકાશમાંથી વરસાદ, કા, માછલા અને વીજળી પડતાં તે સૌ કોઈ અનુભવી શકે છે પર તુ ત્રણે કાળમાં આંબાની ગોટલી કે કબૂતરનાં ઈંડાં આકાશમાંથી પડ્યાં હોય કે કેઈની ફેકટરીમાં બનતા હોય એવે અનુભવ ભૂતકાળમાં પણ કેઈને થયેલ નથી અને ભાવિકાળમાં પણ કેઈને થવાનો નથી.
સત્યાર્થ એ છે કે સંસારને, માનવેને, ઝાડે, નદીઓ કે નાળાઓને જેઓ ઈશ્વરનું સર્જન માને છે તેમને તથા મિથ્યાજ્ઞાનીઓને જ આવા પ્રશ્નો ઉદ્દભવે છે. પરંતુ હજુ સુધી
એક પણ બ્રહ્મવેત્તા તેને થયેલ નથી કે પોતાના ભક્તોને શંકામુક્ત કરી શકે. જ્યારે અરિહંતનું શાસન ફરમાવે છે કે
હે પુણ્યશાળીઓ ! આ સંસાર અને તેની માયા સૌને માટે પ્રત્યક્ષ છે, માટે તમે પિતે તેને અનુભવ કરે, જેથી સત્યજ્ઞાનના માલિક બની શકે.”
મુક્તાત્માને છેડીને કર્મ વિનાને એકેય જીવ નથી. તેથી જીવ અને કર્મનું મિશ્રણ જ સંસાર છે. તે કર્મોને ઉત્પાદક (સંગ્રાહક) અને વિનાશક જીવ છે, પણ જીવને ઉત્પાદક કઈ હોઈ શકે નહિ. બેશક ! સંસારનું કે જીવનું રૂપાંતર જૈન શાસનને માન્ય છે અને તે કાર્યમાં પણ કર્મસત્તાનું આધિપત્ય જ રહેલું છે.
ઘી, તેલ, કે ૨ ગગાન ઉપર વિના ઈછાએ પણ રજકણાદિ ચંચ્યા વિના રહી શકે તેમ નથી. તેવી રીતે રાગદેષની ચીકાશવાળા આત્માને મન-વચન તથા કાયાના વ્યાપાર સર્વથા અનિવાર્ય હોય છે અને જ્યાં વ્યાપારે છે ત્યાં કર્મ