________________
શતક ૧૩ મું : ઉદ્દેશક-૮ કિમ સત્તા
જીવમાત્રના કલ્યાણેષુ શ્રી ગૌતમસ્વામીએ ભગવંત મહાવીર પ્રભુને પૂછયું કે, “હે પ્રભે! જૈન શાસનમાં કર્મની પ્રકૃતિઓ કેટલી કહેવામાં આવી છે? એટલે કે કર્મોને ભેદ કેટલા છે?”
જબાનમાં ભગવંતે ફરમાવ્યું કે, “ગૌતમ! અનંત વીશીના અનંત તીર્થકરેએ કર્મોને આઠ વિભાગમાં વિભાજિત કર્યા છે, અર્થાત્ કર્મોના ભેદ આઠ છે, જે પ્રકૃતિબંધ-રસબંધસ્થિતિબંધ અને પ્રદેશબંધથી પ્રત્યેક કર્મ ચાર ચાર પ્રકારે છે અને પ્રજ્ઞાપના સૂત્રના ૧૩મા પદે કહેલું પ્રકરણ જોવા માટે સૂત્રકાર શ્રી સુધર્માસ્વામીજી ભલામણ કરે છે.
મદિરાપાનમાં મસ્ત બનેલાનાં જ્ઞાનતંતુઓ તે સમયે પૂરતા તેવી રીતે દબાઈ ગયેલાં હોય છે, જેથી તેની સ્મરણશક્તિને ઘણો જ હાસ થઈ જતાં તે ભાઈને પાંચ મિનિટ પહેલાં બેલેલી–ચાલેલી–ખાધેલી–પીધેલી વાત પણ યાદ રહેતી નથી. તેવી રીતે સાતેય કર્મોનું મૂળ મેહનીય કર્મ છે, જે શરાબપાનને ચરિતાર્થ કરનારૂં હોવાથી મેહ અને માયાઘેલા માનને સસારની ખટપટો, શૃંગારાદિ ની વાર્તાઓ અને ભજનો યાદ રહે છે, પણ સમ્યગજ્ઞાનની વાતે, ચર્ચાઓ યાદ રહેવા પામતી નથી. તેવી પરિસ્થિતિમાં દયાના સાગર, પ્રાણીમાત્રના કલ્યાણમિત્ર ગૌતમસ્વામીજી ફરી ફરીને કર્મોના સંબંધવાળા પ્રશ્નો પૂછતા રહે છે અને ભગવત જવાબ આપે છે. આ પ્રસ્તુત પ્રશ્ન પણ કર્મ સંબંધી જ છે.