________________
શતક ૧૩ મું: ઉદ્દેશક-૭
૨૨૧ હરહાલતમાં સ્પશી શકતું નથી. તેમ છતાં આ છઠ્ઠા ગુણસ્થાનકે પણ આનંધ્યાનની પ્રમુખતાને કેઈ તત્વજ્ઞાની ઈન્કારી શકવાને સમર્થ નથી અને આધ્યાનની પ્રમુખતામાં કે શક્યતામાં આત્મિક કે માનસિક બળને ગમે તેટલું પાણી ચડાવીએ તે પણ તે ભાડુતી પાણું ક્યાં સુધી ટકવાનું હતું? અને ન કરે નારાયણ ને વદિ શારીરિક વેદનાઓની વૃદ્ધિમાં આંતરજીવનમાંથી ભાડુતી રંગ ઉતરી ગયો તે અનશન કરનારને કે તેના હિમાયતીને આર્તધ્યાનના ચક્રાવે ચડતાં–
ભૂખ રાંડ ભૂંડી આંખ જાય ઊડી,
પગ થાય પાણી અને આંસુ આવે તાણી. ” ભૂખ અને તરસના ધ્યાનમાં ઉતરી ગયેલાનું અનશન ટકવા પામશે ? કે ધાર્મિકતાની મશ્કરી કરાવશે?
આ બધી વાતને ખ્યાલ રાખીને આજના કરાતા અનશને પાદપેગમ કે ભક્તપ્રત્યાખ્યાનની તુલનામાં ન આવી શકે તે હકીકત છે.
આ શતક ૧૩ નો ઉદ્દેશો સાતમે પૂર્ણ. ન wwww