________________
૨૧૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સમયે તમારી વેશ્યા કેવી રહેશે ? એ જ ખાસ મહત્ત્વની વસ્તુ છે. માટે આન્તરજીવનને કોઈ કાળે પણ અશુદ્ધ બનવા ન દેવુ, તે જ મૃત્યુ સમયે પિતાની શુદ્ધિ દરમ્યાન તે જીવ પિતાની મેળે જ ચારાશી લાખ ચેનિના જીવોને તથા અઢારે પાપસ્થાનકેને આલેચીને તેનું પ્રતિક્રમણ કરશે. ચાર કારણ સ્વીકારશે અને પિતાની યાત્રા પૂર્ણ કરશે. અન્યથા બાહ્ય જીવન ગમે તેટલું સારું હશે તો ય આંતરજીવનની મલિનતાપાપિષ્ટતા, માયા-મૃષાવાદિતા છેલ્લા સમયે વિશ્વાસઘાત કર્યા વિના રહેવાની નથી. કેમકે બીજી બધી અવસ્થાઓમાં આપણે સૌની સાથે છેતરપીંડી કરી શકીએ છીએ, પણ મૃત્યુશચ્યા પર તમારું કંઈ પણ ચાલવાનું નથી. આખી જિંદગીમાં કરેલા, કરાવેલા કે અનુમોદેલા પાપ-પ્રપંચે સિનેમાની ફિલમની જેમ તમારી આખેની સમક્ષ ઉપસ્થિત થશે અને તમને આર્તધ્યાન કે રૌદ્રધ્યાનમાં ડુબાડીને મૃત્યુ બગાડી મારશે. ઘણા જીવને આપણે મરતા જોઈએ છીએ કે તેઓ મરતી વખતે જ આમાંથી આસુ ટપકાવી રહ્યા હોય છે. જેમકે –
“હવે તે ભાઈ, મારે છેલ્લો સમય છે માટે સેપારીને ટકડે આપ, નવા કપડાં પહેરાવ. અમેરિકાથી જમાઈ આવ્યા કે નહિ? બેટી આવી કે નહિ? અને જો! કેર્ટમાં ચાલતો તારા કાકા સામે કેસ બરાબર લડજે. બીજો વકીલ કરજે અને તેને જેલ ભેગે કરાવીને જ જંપજે. બીજી બધી લાખો
નિના જીવને મિચ્છામિ દુક્કડં આપજે, પરંતુ તારી ફઈબા, કાકા, જેઠાણી, સાસુ કે ફલાણા પાડોશીને તે ખમાવા પણ જઈશ મા. અને જે બેટા ! ધર્મધ્યાનમાં વધારે પડતું ગાડપણ ન રાખવું પણ માયા ભેગી કરી હશે તે કામ લાગશે.” ઇત્યાદિ પ્રસગે જે આપણી સગી આંખે જોઈ રહ્યા છીએ,