________________
૨૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જેનાથી કેવળજ્ઞાન તો દૂર રહેશે, પરંતુ ભાગ્યદયે મેળવેલું મતિજ્ઞાન પણ મતિજ્ઞાનાવરણીયમાં પરિણત થતાં વાર લાગશે નહિ આવી સ્થિતિમાં બને નાને સાથે લઈને ચાલવાની વૃત્તિ રાખવાથી સમ્યકજ્ઞાનની વૃદ્ધિ થશે. આ ચાલુ પ્રશ્નમાં નિશ્ચયદષ્ટિને ઉપગ કરવાથી અને દ્રવ્ય આયુષ્યને નજરમાં રાખવાથી પ્રશ્નનું હાર્દ સમજવામાં આવશે. તે આ પ્રમાણે
યદિ પ્રથમ સમયથી આયુષ્યકર્મના દલિને ક્ષય સ્વીકારવામાં ન આવે તે મૃત્યુ સમયમાં એક સામટા દલિકને ક્ષય પણ શી રીતે થશે ? અને બાલ્યકાળ, યુવાકાળ, તરૂણકાળ અને વૃદ્ધકાળની પ્રાપ્તિ પણ સુલભ શી રીતે બનશે? માટે “ચાલતું હોય તે ચાલ્યું.
વેદાતું હોય તે વેદાયું.
મરતું હોય તે મરાયું. અને નિર્જરાતું હોય તે નિર્જરાયું.”
આ પ્રમાણે ભગવાન મહાવીરસ્વામીની યથાર્થ વાણી વડે જ આપણે સમ્યજ્ઞાન મેળવી શકીએ અને મેળવેલ હોય તે વધારી શકીએ છીએ. સારાંશ એ કે પ્રતિ સમય માણસનું મરણ થઈ રહ્યું છે એમ સમજીને જીવ માત્રે અજ્ઞાન-મેહમાયા આદિના કુસંસ્કારોને છોડીને વૈરાગ્યવાસિત થઈને રહેવું, જેથી આવતા ભવને માટે સદ્ગતિનું આયુષ્ય સરળતાથી બધાય. (૨) અવધિ મરણ
જેટલી અવધિ-મર્યાદાનું આયુષ્ય બાંધ્યું હોય તેટલી અવધિમાં પિતાનાં ઉપાર્જિત બીજાં કર્મોને કારણે જ્ઞાન–અજ્ઞાન,