________________
૨૧૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જે છે. કેઈક ગામના નાકે આંબલી આદિનું ઝાડ ઊભું હોય છે ત્યારે પણ લકે કહે છે કે, “આ ઝાડને મારા પરદાદા, દાદા અને બાપા પણ એમને એમ જોતા આવ્યા છે. ઈત્યાદિ કારણોને લઈને કેક્તિ રચાઈ જાય છે કે અમુક જીવ અમર હોય છે. વસ્તુતઃ તેવું હોતું નથી આ અને આવી કલ્પનાઓમાં આયુષ્યકર્મની મર્યાદાને ચમત્કાર રહે છે. મનુષ્યની આયુષ્ય મર્યાદા ૮૪ લાખ પૂર્વની છે અને યુગલિકે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા છે જે મનુષ્ય નિના જ જીવો કહેવાય છે.
બંધાતું કે બાંધેલું આયુષ્યકર્મ ઈશ્વરને આધીન નથી, પરંતુ કર્મસત્તાને આધીન છે. અને આઠે કર્મોમાં આયુષ્યકર્મ કેવળ એક જ વાર બંધાય છે, જે બેડીની ઉપમાવાળું છે. હાથકડી (બેડી) પહેરેલે માણસ જેમ જેલરને આધીન હોય છે તેમ ચારે ગતિના ચેરાશી લાખ એનિના જીવાત્માઓ પણ આયુષ્યકમ રૂપી બેડીને આધીન છે અને જ્યાં સુધી આ બેડીમાં બંધાયેલા જીવાત્માને મૃત્યુનાં હજારો નિમિત્તો મળે તે પણ તે મરી શકતા નથી અને સાવ નિરંગી માણસ વાતેના તડાકા મારતા-મારતે પણ આંખના પલકારે મૃત્યુને શરણ થાય છે.
માનવ માત્રને સર્વથા પક્ષ મૃત્યુ સંબંધીની વક્તવ્યતા મહાવીરસ્વામીના શાસન પ્રમાણે આ રીતે જાણીએ.
ગૌતમસ્વામીના પૂછવાથી ભગવતે કહ્યું કે, “હે ગૌતમ! મૃત્યુ પાંચ પ્રકારે છે...
૧. આવીચિક મરણ ૨. અવધિ મરણ.. !