________________
૨૧૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કર્મોને નાશ, નહિ કરાયેલાં કર્મોને ભગવટો આ બે દોષ લાગુ પડે છે, કેમકે કૃતકર્મો અવશ્યમેવ ભક્તવ્ય જ હોય છે તથા અકૃતકનુ વેદન કેઈકાળે પણ થતું નથી.
કેટલાક આચાર્યો “કાય શબ્દથી કાશ્મણ શરીરનું ગ્રહણ કરે છે જેને સંબંધ સંસારી આત્મા સાથે અભિન્ન કહ્યો છે અને ઔદારિકાદિ શરીરની અપેક્ષાએ આત્મા ભિન્ન છે, તેને સંગ્રહ અને નાશ થતાં વાર લાગતી નથી.
શરીર રૂપી છે કે અરૂપી ?
જવાબમાં કહેવાયું કે, “શરીર રૂપી પણ છે અને અરૂપી પણ છે.” પૌગલિક હોવાથી અને ઔદારિકાદિ શરીરે સ્કૂલ હેવાથી પણ રૂપી છે. કાર્પણ શરીરમાં અતિ સૂક્ષ્મતા હોવાથી શરીર અરૂપી પણ છે.
શરીરમાં જ્યા સુધી જીવ છે ત્યાં સુધી તે સચિત્ત છે, અને મૃતાવસ્થામા તે અચિત્ત છે.
ઔદારિકાદિ શરીરમાં ઉચ્છવાસાદિ ક્રિયાઓ હોવાથી શરીર જીવસ્વરૂપ અને કાશ્મણ શરીરમાં તેને અભાવ હોવાથી અજીવસ્વરૂપ છે.
જીમાં કાય (શરીરાકાર) હોય છે. તેમ અજીવ એવા પગલેમા પણ હાથપગ આદિ હોવાથી કાય કહેવાય છે.
જીવસંબંધ પહેલાં અને ભવિષ્યમાં પણ જેમાં જીવને સ બંધ થવાનો છે તે મરેલા દેડેકાના ચૂર્ણમાં પણ જીવસંબંધ છે. . પુદ્ગલેનું ગ્રહણ થવાના સમયે પણ કાર્યને સભાવ