________________
શતક ૧૩ મું : ઉદ્દેશક-૭
૨૦૭ ણમાં ઉતરતા નથી, તેમ પ્રાયઃ કરીને ઉતરવા જેટલી ક્ષમતા પણ ધરાવતા નથી, છતા પણ હૃદયના ભદ્રિક, પાપભીરુ તથા વિશ્વાસઘાતને પાપ માનનારા હોવાથી તેઓ કેવળ વ્યાવહારિક ભાષાને આશ્રય લઈને જીવનયાપન કરતા હોય છે.
અરિહંતેનું શાસન હંકાની ચેટ સાથે ફરમાવે છે કે સત્ય ભાષા બોલનારા જી ભાષા સમિતિના સ્વામી બને છે અને ઘણુ પાપમાથી પોતાના અમૂલ્ય જીવનને બચાવી લેનારા હોય છે. જ્યારે વચલા બંને જીવાત્માઓ ભાષાસમિતિનું દેવાળું કાઢીને અરિહંતના શાસનની એક વાર નહિ પણ હજારવાર આશાતના કરે છે. માટે જ કહેવાયું છે કે
“ભાષા સમિતિ ન ઓળખી જિનશાસનનું મૂળ કરણ લેખે લાગે નહિ જાય ધૂળમાં ધૂળ.”
મન માટેની વક્તવ્યતા :
સમ્યગજ્ઞાન મેળવવાને કે વધારવા માટે સર્વથા બેદરકાર માનવનું મંતવ્ય છે કે “મન અને આત્મા એક જ છે. પરત આ માન્યતા ભ્રમણાત્મક એટલા માટે છે કે જીવ ચૈતન્યસ્વરૂપી અને મન પૌગલિક હોવાથી જડ છે માટે બંને એક નથી - પણ સર્વથા જૂદા છે.
જીવ અજરઅમર અને અજન્મા છે. જ્યારે મને તેનાથી વિપરીત છે, જે આત્માની માફક શરીરવ્યાપી છે. - દ્રવ્યમન અને ભાવમન એમ મનના બે ભેદ છે. વિદ્યમાન ભવમાં અંતિમ સમયે ઈન્દ્રિયની સાથે દ્રષ્યમનની પણ