________________
શતક ૧૩ મું : ઉદ્દેશક-૭
૨૦૫
સંસારભરમાં મનુષ્યેા ચાર પ્રકારના હાવાથી ભાષાના પણ ચાર ભેદ પડ્યા છે.
૧. કેટલાક ભાગ્યશાળીએ સ્વભાવથી જ સત્ય ભાષા ખેલનારા હાય છે, તેમના જીવનમાં ચાહે હજારા અંતરાયે આવે, જીવનમાં લૂખા સૂકા રેટલાએ ખાવા પડે, ઉન્નતિની તા ગમે તેટલી હાથમાંથી ચાલી જાય તેા પણ સત્ય ભાષાથી જ પેાતાના વ્યવહાર ચલાવશે. ઘેાડી વધારે વિચારણા કરીએ તે આપણને ખ્યાલ આવશે કે તે ભાગ્યશાળીએ ગમે તેવા નિમિત્તે પણ જૂઠ ભાષણને પાપ તથા મિથ્યાત્વ જ માનનારા હેાવાથી પેાતાના વ્યાપાર કે વ્યવહાર પણ મર્યાદિત રાખશે જેથી કચાય પણ જૂઠ ખેાલવાનું, જૂઠી સાક્ષી દેવાનું, કૂડતેલ માપ કરવાનું કે ભેળસેળ કરવાનું નતુ નથી, તેમ તેવા પ્રસ ગે। ઊભા થવા પામતા નથી.
૨. દેવદુર્લભ મનુષ્યાવતાર મેળવીને અગણિત માનવા એવા પણ હોય છે કે સત્ય ખેલવામાં પાપ નહિ તે પણ ઢોંગ જ માનનારા હાય છે તેઓને અકાટ્ય સિદ્ધાન્ત હાય છે કે જૂઠ ખેલ્યા વિના પૈસે મળતા નથી, તે વિના પેાઝીશન વધતું નથી, અને તે વિના સમાજમાં, ટ્રસ્ટમાં, દેશમાં કે કે જાતપાતમાં આગેવાન થવાતું નથી. જ્યાં સુધી કોઇ પણ ટ્રસ્ટની આગેવાની ન મળે તેા જીવન, ભણતર, ચાલાકી, ચતુરાઈ બધીયે ધૂળધાણી છે, માટે એવા જીવા ખાટા વ્યવહાર, વ્યાપાર, તાલમાપ, વ્યાજ, ભેળસેળ અને કાળા બજારને છેડી શકતા નથી મહાવીરસ્વામીના પ્રરૂપેલા ત્રીજા વ્રત પ્રત્યે શ્રદ્ધા રાખનારા હોવા છતા પણુ જીવન વ્યવહારમાં તેના પ્રત્યે આંખમિંચામણાં કરી પોતાના જીવનમાં ત્રીજું વ્રત લાવી શકતા નથી