________________
૨૦૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ભાષણ પહેલાની ભાષા ભાષા નથી તેમ બોલાઈ ગયેલી પછીની ભાષા પણ ભાષા નથી. જ્યારે જે સમયે ભાષા બોલાતી હોય છે ત્યારે તે ભાષા ભાષારૂપે કહેવાય છે. જેમાં માટીના પિંડને ઘડે કહેવાતું નથી, તેમ ફૂટી ગયેલે ઘડે પણ ઘડે કહેવાતું નથી, પણ ઘડાની વિદ્યમાન અવસ્થામાં જ તેને ઘડે કહીએ છીએ. તે પ્રમાણે બેલાયા પહેલા જેની ઉત્પત્તિ જ નથી અને બોલાયા પછી શબ્દ નાશ પામ્યા છે માટે તેને ભાષા શી રીતે કહેવાય? તેથી જે સમયે ભાષા બોલાય છે તે ભાષા છે જે પિતાને અર્થ મૂકીને નાશ પામે છે.
“આ તે કાર છે જેને તમે પહેલા બેલી ગયા હતા.” આ બેલાતે પ્રકાર એટલા માટે અસત્ય છે કે યદ્યપિ “ગ”નું સ્વરૂપ એક સમાન છે, તે પણ પહેલાનો ઉચ્ચારાયેલે તે ગકાર નાશ પામે છે અને અત્યારે ઉપચારાતે “ગકાર પહેલા “ગકારથી સર્વથા જૂદો જ છે, માટે ઉચ્ચારણે કરાતી ભાષાને જ ભેદ થાય છે, એટલે કે મદ પ્રયત્નથી ઉચ્ચારેલા શબ્દ અસંખ્યાત પ્રદેશાત્મક અને સ્થૂળ હોવાથી સંપ્રખ્યાત અવગાહના વણઓને પાર કરીને તેનું ભેદન થાય છે (નાશ થાય છે. અર્થાત્ તે શબ્દરૂપ દ્રવ્ય સંખ્યાત જન સુધી જઈને શબ્દ પરિણામને ત્યાગ કરે છે, જ્યારે મોટા પ્રયત્નથી ઉચ્ચારેલા શબ્દો સૂક્ષ્મ હોવાથી તથા વધારે હોવાથી અને તગણી વૃદ્ધિરૂપે વર્ધિત થઈને છએ દિશાઓમાં કાન્તનો સ્પર્શ કરે છે (અહીં કે બીજે સ્થળે પણ ભાષ્યમાણ ભાષાને ગ્રહણ કરવી.)
ભાષાના ચાર પ્રકાર–હે ગૌતમ! સત્યા, મૃષા, સત્યામૃષા અને અસત્યામૃષારૂપે ભાષા ચાર પ્રકારે છે, જેનું વર્ણન પહેલા અને બીજા ભાગમાં આવી ગયું છે.