________________
૨૦૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
કાન ઇન્દ્રિયને તેને સ્પર્શ થયા પછી જ સાંભળનાર સાંભળે છે. ગુણોમાં સ્પર્શ હોતો નથી. શબ્દો ઉત્પાદ્ય હોવાથી પૌરુષેય છે, ચૈતન્યશક્તિ સંપન્ન આત્મા શબ્દોને ઉત્પાદક હોવાથી તેમની ઉત્પત્તિ આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ અપૌરુષેય શબ્દો કેઈએ સાંભળ્યા નથી, કેઈ સાભળતા નથી અને સાંભળશે પણ નહિ, ઈત્યાદિક કારણથી શબ્દો પૌગલિક છે. હવે આપણે ભગવતી સૂત્ર તથા ટીકાકારોને સાંભળીએ.
- શ્રી ગૌતમસ્વામીજી પૂછે છે, “હે પ્રભે! બોલાતી ભાષા શું આત્મસ્વરૂપ છે ? કે નથી ? ભાષાને પ્રયોગ જીવ કરે છે અને સંસારના બંધન તથા મેક્ષ આદિની વ્યવસ્થા ભાષા દ્વારા જીવ કરે છે માટે જ્ઞાનની જેમ ભાષા પણ જીવનો ધર્મ છે ? તથા ધર્મ અને ધર્મીમાં અભેદ હોવાથી ભાષા શુ આત્મસ્વરૂપ છે ?” “ભાષા માત્ર શ્રેગ્નેન્દ્રિય દ્વારા ગ્રાહા હોવાથી તે રૂપી છે, તેથી શુ તે આત્માથી ભિન્ન ગણી શકાય?”
ભગવંતે કહ્યું કે, “તે ભાષા વર્ગણાઓથી ઉત્પન્ન થવાને કારણે પૌગલિક છે, અને જીવાત્મા દ્વારા ઉપયુક્ત થાય છે. હાથ વડે ફે કાતા માટીનાં ઢેફાની જેમ તથા આકાશની જેમ જડ છે. જીવથી વ્યાપાર્યમાણ હોવા માત્રથી ભાષા આત્મસ્વરૂપ બનતી નથી.”
ભાષા રૂપી છે ? અરૂપી છે ?
વર્ણગંધરસ અને સ્પર્શ જેમાં હોય તે મૂર્ત (રૂપી) કહેવાય છે. ગૌતમસ્વામીજી જાણવા માંગે છે કે, “કાનમાં ધારણ કરેલાં આભૂષણો કાનને ઉપકાર અને નાશ કરે છે તેવી રીતે મીઠી-મધુરી, સત્ય અને વિનય વિવેકપૂર્વકની ભાષાથી