________________
૧૯૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ હોય છે, તેના કરતાં ગૃહસ્થાશ્રમીઓને ભોગ સાથે રોગની સાધના પૂરા સસારને આશીર્વાદ સમાન બનવા પામે છે. કેમકે બ્રહ્મચર્યાશ્રમ, સન્યાસાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ નામના ત્રણ આશ્રમની પવિત્રતા તથા શુદ્ધતા ગૃહસ્થાશ્રમની પવિત્રતા ઉપર નિર્ભર છે. ગૃહસ્થાશ્રમની શુદ્ધિ અને પવિત્રતા કેવળ લાખ કરોડોની શ્રીમંતાઈ કે ગમે તેવી સત્તાના ભેગવટા ઉપર નથી પરંતુ પોતાના ભેગપ્રધાન જીવનમાં યદિ વેગ પ્રધાનતા કે સાધનાનું મિશ્રણ થઈ જાય કે કરી લેવામાં આવે તે નાગા સુગંધ ભળે છે.
ગ એટલે કેવળ પદ્માસન વાળીને બેસી જવાનું કે હાટ હવેલી પુત્ર પરિવારને ત્યાગ કરી સર્વથા નિષ્કામય જીવન જીવીને પૂર્ણ કરવાનું નથી, પણ મળેલી કે મેળવેલી ભાગ સામગ્રીને મર્યાદિત કે સંયમિત કરવી તેને જગ કહે છે. કેમકે જ્યાં સુધી પાપોને માર્ગ કે સર્વથા નિરર્થક પાપ બંધ કરવામાં ન આવે ત્યાં સુધી પદ્માસન, જાપ, તપ, દાન, પૂજાપાઠ ફળદાયી નથી બનતાં માટે જીવનમાં પાપમાર્ગને (આશ્રવમાગને) સંયમિત કે મર્યાદિત કરવા તે રોગ છે, જેને જૈન શાસન ભેગોપભેગ વિરમણ વ્રત” કહે છે.
માણસ માત્ર ગમે તેટલે શ્રીમંત કે સત્તાધારી હોય તે પણ તેનું પુણ્ય કે શારીરિક શક્તિ અધૂરી જ હોય છે અને તેથી જ ભેગેછા હોવા છતાં પણ તે બધી વસ્તુઓને એક સાથે ખાઈ શકતો નથી કે ખરીદી શકતું નથી. શક્તિ છે તે વસ્તુની દુર્લભતા છે, કદાચ સુલભતા હોય તો પાચનશક્તિનો અભાવ હોય છે, કદાચ પાચનશક્તિ હોય તે શરીરની બિમારીના કારણે ખાઈ શકતા નથી.