________________
શતક ૧૩ મુંઃ ઉદ્દેશક-૪
૧૮૩ દ્રષ, પ્રપંચ આદિના કારણે મહારૌદ્ર કર્મો ઉપાજ્ય હોય છે, તેથી અકથનીય વેદનાઓ ભોગવવાને માટે તે તે સ્થાને જન્મ લીધા વિના છૂટકો નથી. જેમકે –અપકાય સ્થાવર નામ કર્મ એક સરખું હોવા છતાં પણ કેટલાક અપકાયિક જી ગંગા શત્રુંજય આદિ પવિત્ર સ્થાનમાં જન્મે છે જેથી ત્યાંનું પાણી વીતરાગ દેવના અભિષેક માટે તથા દીન-દુઃખી માણસેને પીવા માટે, ન્હાવા માટે અને બીજા પણ કામમાં આવે છે. જ્યારે નરકભૂમિમાં ઉત્પન્ન થયેલા તે જીવનાં પુણ્યકર્મો ઘણા જ ઓછા હોવાથી ત્યાનું પાણી નારકેને માટે ગદુ બની જાય છે જેથી નારકે બિચારા તરસ મટાડી શક્તા નથી અને ઉકરડાનું પાણી ગ દકી ફેલાવવા સિવાય બીજા શા કામનું ? તેજસ્કાય જી સેઈ પકાવીને પણ સૌને તૃપ્ત કરે છે જ્યારે દવદાહ વનનાં વનને તે બાળે છે સાથોસાથ સેંકડે હજારે ત્રસ જીને પણ મોતને ઘાટ ઉતારે છે વનસ્પતિકાયના સસારને તમે જોઈ શકે છે ? સર્વતંત્ર સ્વતંત્ર કેઈની પણ બાધા વિનાના કેટલાક આબાના, કેળ આદિનાં ઝાડે (9) બગીચામાં શેભા વધારી રહ્યાં હોય છે ત્યારે અમુક સ્થળે રહેલા આબાના ઝાડની લગોલગ બે-ત્રણ બાવળિયાનાં ઝાડ પણ ઊભેલા હોવાથી વારેવારે તેની શૂળો આબાના પાદડાંઓને વીંછી રહી હોય છે. અથવા અમુક બાજુનાં પાંદડાં નિરાબાધ હોય છે તે ઝાડની બીજી બાજુના પાંદડાઓ બાવળની શૂળથી પીડિત હોય છે, ઈત્યાદિક સંસારને જોયા પછી જ ભગવાન મહાવીરસ્વામીની વાણીની યથાર્થતા આપણે જાણી શકીએ છીએ કે, “પાપ અને પુણ્યકર્મનાં ચમત્કાર જેવા વિચિત્ર હોય છે?” જે પ્રત્યક્ષગમ્ય છે.
પ્રત્યક્ષ દેખાતા આ લોકમાં પણ ઘણી વનસ્પતિઓની