________________
૧૭૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ૬ તીવ્રતા કૃષ્ણ લેશ્યાવાળે મરીને છઠ્ઠી નરકે જાય છે. ૭. તીવ્રતમ કૃષ્ણ લેશ્યાવાળે સાતમી નરકે જાય છે.
તેમ છતા પણ જુદાં જુદાં નિમિત્તો મળતા, મેળવતાં, જોવાતાં, અનુભવાતા અથવા તેવા જ વાતાવરણમાં રહેતા જીવાત્માના લેણ્યા સ્થાનકે પ્રતિ સમયે બદલાતાં પણ રહેતાં હોય છે. ત્યારે જ નીલ અને કૃષ્ણ લેશ્વાના સ્વામી ચંડકૌશિક નાગરાજને મહાવીરસ્વામીના પ્રતિબંધ પછી પદ્મ લેશ્યાની ઝાંખી થતાં જ દેવલેકની પ્રાપ્તિ થઈ. પદ્મ લેશ્યાના માલિક સંગમદેવને કુતુહલના કારણે અશુભ લેશ્યા ઉદ્ભવી અને દયાના સાગર ભગવંત શ્રી મહાવીરસ્વામીને જીવલેણ ઉપસર્ગો કરવાની હીનવૃત્તિ પ્રાપ્ત થઈ.
માટે આ બધી વાતને ખ્યાલ કરીને ગૌતમસ્વામીના પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં ભગવંતે કહ્યું કે, “હે ગૌતમ! લેશ્યાના અધ્યવસાયને કારણે આત્મામાં પણ શુદ્ધિ અશુદ્ધિના વિચાર આવ્યા વિના રહેતા નથી. અન્યથા પ્રસન્નચદ્ર રાજર્ષિ સાતમી નરક સુધી શી રીતે પહોચે? અને પાછા કેવળજ્ઞાનના માલિક શી રીતે બન્યા? ભાવશુદ્ધિમાં મુનિરાજને ગોચરી વહોરાવતી ડેશીએ એક પછી એક દેવકને શી રીતે સર કર્યા? અને કેશ્યા બદલાતાં ડોશી પાછા શી રીતે પડ્યા? અત્યંત સમતાપ્રધાન સાધકને તમે કેઈક સમયે ક્રોધાવેશમાં જે છે? તેમનાં ફફડતા હોઠ, લાલ ટમેટા જેવી આંખો, હાથ પગમાં ચાંચલ્ય, અને વધુ આગળ વધીએ તે ચરવળાની ડાંડી જ બીજાને મારવા કે ધમકાવવા માટે કામે નથી આવતી? શિયળને જ ધન માનનાર સાધક જ્યારે રૂપાળા અને જુવાનીના ઝુલણે ઝુલતાં પાત્ર સામે આવીને ઊભાં હોય ત્યારે કર્મ