________________
શતક ૧૩ મું : ઉદ્દેશક-૧
૧૭૩ ગ્રંથની ગાથાઓ જીભ પર ચાલતી હોવા છતાં પણ તે સાધકના હાથ પગ, આંખના ચાળાઓ સાથે ભાષાનો વળાંક કેઈક સમયે જોવા જેવું જ હોય છે.
મહાવીરસ્વામીએ કહ્યું કે, “હે ગૌતમ! આ કારણે જ પદ્મલેશ્યા, તેલેશ્યા કે શુકુલશ્યામાં રમનાર સાધકને નિમિત્તો મળતાં કે નિમિત્તોની ઉદીર્ણોના સમયમાં કૃષ્ણલેહ્યાદિ આવતાં વાર લાગતી નથી, અને કૃષ્ણાદિ અશુભ લેગ્યામાં ગુલાંટ ખાતે માનવ યદિ કેઈક સમયે સ ત સમાગમ અથવા પ્રભુ ભક્તિમાં બેસીને મસ્ત બને છે ત્યારે તે સમયની મર્યાદા પૂરતી પણ શુદ્ધ લશ્યાને પ્રાપ્ત થતાં જ આંખના પલકારે પિતાને આવતે ભવ સુધારી લેવા સમર્થ બને છે
અહીં નરકને વિષય હોવાથી મનુષ્ય અવતારમાં રહેનારે સાધક પ્રાણાતિપાતાદિ દ્રવ્ય પાપ અને કોધાદિ ભાવપાપમા પ્રવેશ કરતે તે સમય પૂરતી કૃષ્ણાદિ લેફ્સામાં આવીને આયુષ્યનું બધન કરે તેના માટે નરક સિવાય બીજું સ્થાન નથી. આ કારણે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવાયું છે કે,
ગૌતમ ! ઓ મારા દીર્ધાયુષ્યમાન ગૌતમ! તું એક સમય માટે પણ પ્રમાદ કરીશ નહિ.”
પરમ દયાળ ભગવાન મહાવીરસ્વામીની સૂક્ષ્મ અને સ્વચ્છ બુદ્ધિથી ગ્રાહ્ય પવિત્ર વાણી સાંભળીને ગૌતમ આદિ પર્ષદા અતીવ પ્રસન્ન થઈ અને પિતાને સ્થાને ગઈ.
પણ
શતક ૧૩ને પહેલે ઉદ્દેશો પૂર્ણ
છે