________________
શતક ૧૩ મું ઉદ્દેશક-૧
૧૬૯ મનને પ્રાપ્ત થયેલા પંચેન્દ્રિય મનુષ્ય પાસે તલવાર, ભાલા આદિ શ કરતાં પણ “મને મોટામાં મોટું અને ભયંકર શસ્ત્ર મનાયેલું છે. જેથી તેના પાપે મનુષ્ય ઠેઠ સાતમી નરક ભૂમિ સુધી પણ જઈ શકે છે. અસંજ્ઞી એને મન હતું નથી, માટે તેઓ જે નરકમાં જાય તે પહેલી નરક ભૂમિથી આગળ જઈ શક્તા નથી. આ બધી બાબતે ખ્યાલમાં રાખીને જ આધ્યાત્મિક મહાપુરુષો કહે છે કે “શરીર, ઇન્દ્રિયે, વેષભૂષા કે બાહ્યપુદ્ગલેના ઠઠારાઓને શણગારવા કરતા તમે તમારા મનને જ સારું અને સાચું શિક્ષણ આપજે. જેથી સંસ્કૃત થયેલું તમારૂ મન તમારૂ કલ્યાણ કરશે. અને તમે જે સોસાયટી સસ્થા કે ટ્રસ્ટના મેમ્બર હશે ત્યા પણ આધ્યાત્મિકતા ઉત્પન્ન કરી શકશે.” અન્યથા કુસંસ્કારી, દુરાચારી તથા મિથ્યા મેહમાયાથી વાસિત તમારું મન તમને ઈર્ષ્યાળુ, ક્રોધી, મૈથુની, પરિગ્રહી, માયાવી, પ્રપ ચી, કલેશિત બનાવશે. જેથી તમે તમારો નાશ નોતરશે અને જે સંસ્થાના તમે સેક્રેટરી, પ્રેસિડંટ, મેંબર, ખજાનચી કે સામાન્ય સંચાલક હશે તે પણ તે સંસ્થાને સર્વથા ડૂબાડી દેવાનું પાપ તમારા માથા પર આવશે. અને તે પાપના કારણે નરક તરફ પ્રસ્થાન કરતાં તમને એકેય સ સ્થા, ટ્રસ્ટ પણ રોકી શકશે નહિ.
વાલુકાપ્રભા પૃથ્વીના ૧૫ લાખ આવાસે છે. તેમાં કાપત અને નિલ લેફ્સાના માલિકેનો ઉત્પાદ છે. પકપ્રભા પૃથ્વીના ૧૦ લાખ આવાસમાં અવધિજ્ઞાની અને અવધિ દર્શનીની ઉદ્વર્તના હેાતી નથી, કારણ કે સામાન્ય રીતે તીર્થકરને જીવ અવધિજ્ઞાની હોય છે. તે માટે તેમને માટે ચેથી નરકભૂમિમાં ઉત્પાદ પણ નથી અને ઉદ્વર્તન પણ નથી.