________________
૧પ૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩
સત્તાત્મક રૂપે આત્મા જ્ઞાની છે પરંતુ વ્યવહારાત્મક રૂપે તો ઉપરની વાત સર્જાશે કે અલ્પાંશે પણ જુઠી જ પડે છે. કેમકે સંસારનો વ્યવહાર કેવળ સત્તાત્મક રૂપે નહિ પણ વ્યવહારાત્મક રૂપે ચાલે છે. સુવર્ણના કંદોરામાં કે હારમાં યદ્યપિ સે ટચનું સેનું છે તે પણ તેની કિંમત સે ટચના ભાવ પ્રમાણે કયા મળે છે ? તેવી જ રીતે આત્માનું સ્વરૂપ જ્ઞાન હોવાના કારણે તે જ્ઞાની છે એ વાત સાચી પર તુ સત્તાત્મક રૂપે જ યદિ સ સારનું સંચાલન થતું હોય તે જ્ઞાની આત્મા, જૂઠ–પ્રપ ચ, કલહ, હિંસા, મિથુન, પરિગ્રહ ફોધ, માન, માયા અને લેભ આદિ વૈકારિક ભાવના કારણે પોતાના સંસારવ્યવહારને કડવી તુંબડી જે શા કારણે બનાવે છે? માટે જુઠ પ્રપંચાદિ કાયે અજ્ઞાનજન્ય જ હોય છે અને તે અજ્ઞાન આત્માનું સ્વરૂપ ન હોવા છતાં પણ કેવળ વ્યવહારનયથી આત્મા અજ્ઞાની પણ કહેવાય છે. બસએ જ સુસંગત ભાષાવ્યવહાર છે, જે સ્યાદ્વાદ અર્થાત્ સાપેક્ષ દૃષ્ટિ કેળવ્યા વિના પ્રાપ્ત થઈ શકે તેમ નથી.
જ્ઞાનમાં જેમ ભરતી ઓટ આવે છે તેવી રીતે અજ્ઞાનમાં પણ ભરતી ઓટ આવે છે, છતાં પણ કેઈક સમયે અજ્ઞાનને સર્વથા ક્ષય પણ થઈ શકે છે. જ્યારે જ્ઞાનનો ક્ષય કેઈ કાળે નથી થતો, માટે નિષેદવતી આત્મા પણ જ્ઞાની છે. યાવત સિદ્ધશિલામાં બિરાજમાન સિદ્ધાત્માઓ પણ જ્ઞાની છે યદ્યપિ નિગદના જીનું જ્ઞાન મહદ્દઅંશે ઢંકાઈ ગયેલું હોય છે, અને સિદ્ધના જીનું જ્ઞાન સર્વથા પ્રકાશમાન છે. આ કારણે નિગદવતી જી મહદ્ અંશે અજ્ઞાની છે પણ કેવળજ્ઞાની અને સિદ્ધાત્માઓમાં અજ્ઞાનને એક પણે પરસ્પણ નથી. • •