________________
શતક ૧૨ મું : ઉદ્દેશક–૧૦
-
૧૪૯
કરવાનું કહ્યું છે તેનાથી આ ઘડે વિરુદ્ધ તે નથી ને ? તે માટે પૂછાય છે અને દુકાનદારને તેનો ખુલાસો કરે પડે છે. આખા ય સંસારને વ્યવહાર આ પ્રમાણે જ ચાલે છે
તેવી રીતે આત્મા નામના દ્રવ્યને જિજ્ઞાસુ જ્ઞાતા પણ પિતાના ગુરૂને પૂછી શકે છે કે, “આમ રૂપી છે? અરૂપી છે ? નિત્ય છે ? અનિત્ય છે? શરીરવ્યાપી છે ? ચૈતન્ય સ્વરૂપી છે?” ઈત્યાદિ પ્રશ્નોને જવાબ યદિ ગુરુ “જ” લગાડીને આપે, કે આત્મા રૂપી જ છે, નિત્ય જ છે, અનિત્ય જ છે, ત્યારે જિજ્ઞાસુ શિષ્યના મનમાં ફરી પ્રશ્ન ઉદ્ભવશે કે, આત્મા જે રૂપી જ હોય તે ઘડાની જેમ દેખાતે કેમ નથી ? અરૂપી જ હોય તે સૌના શરીરમાં શી રીતે હલન ચલન આદિથી પ્રત્યક્ષ અનુભવાય છે? અને શરીરની ચેષ્ટાઓથી અનુભૂત આત્મા અરૂપી શા માટે? નિત્ય જ હોય તે પ્રત્યેક આત્માના સુખદુ ખાદિનાં દ્વોના આકારે જુદા જૂદા શા માટે ? અનિત્ય અને ક્ષણિક જ હેય તે કરાઈ ગયેલા પાપોને ભોગવવા માટે નરકમા જનાર કેણી તથા પુણ્યને ભગવટો કરનાર કોણ? આવા પ્રકારના અગણિત પ્રશ્નોમાં યદિ, નિરપેક્ષ ભાષાવ્યવહાર કરવામાં આવશે તે જિજ્ઞાસુની જ જિજ્ઞાસા શાન થશે નહિ. તેમ થતા સંસારના ભાગ્યમા વિસંવાદ, વિવાદ, વેર-ઝેર, મારકાટ આદિ હિંસકવૃત્તિ અને પ્રવૃત્તિનું દાન રહેશે. માટે “વચન વ્યવહાર સાપેક્ષ સાચે.” એટલે કે ધાર્મિક કે સામાજિક, કૌટુંબિક આદિ પ્રત્યેક સમસ્યાઓને સાપેક્ષ દૃષ્ટિએ જોવી, સમજવી, બલવી, સાંભળવી. આના સિવાય બીજે ક્યાય પણ કલ્યાણ નથી, મેક્ષ નથી, તેમ શાંતિ-સમાધિ નથી