________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૧૦
૧૪૫ (૩)તેનાથી કષાયાત્મા અનંતગુણા છે કેમકે સિદ્ધના છ કરતા પણ કષાયના ઉદયવાળા ઘણા જ હોય છે.
(૪) તેનાથી ગાત્મા વિશેષાધિક છે. (૫) અગીની અપેક્ષાએ વીર્યાત્મા વિશેષાધિક છે.
(૬) ઉપગાત્મા, દ્રવ્યાત્મા અને દર્શનાત્માની સંખ્યા તુલ્ય છે, છતાં પણ વીર્યાત્માની અપેક્ષાએ વિશેષાધિક છે.
- T F ; આત્માનું સ્વરૂપ શું છે?
ચાર જ્ઞાનના સ્વામી ગૌતમસ્વામીએ પૂછ્યું કે, “હે પ્રભો ! આત્માનું સ્વરૂપ શું છે?” તે માટેના ઘણું અગત્યના પ્રશ્નો પૂછળ્યા છે, કેમકે કઈ પણ દ્રવ્યનું સ્વરૂપ જાણ્યા વિના તેની યથાર્થતા જાણી શકાતી નથી અને તેને અભાવમાં તે દ્રવ્યની અસ્તિત્વ વિષયક શંકાઓ પણ અદૃશ્ય થઈ શકે તેમ નથી. આજના સસારની આ જ દશા છે કે સૌ કેઈ, આત્મા આત્માની વાત કરે છે. તેની વ્યાખ્યાઓ નકકી કરે છે, તેને મેળવવા માટે ચેડાં ઘણું અનુષ્ઠાનો પણ કરે છે, પરંતુ અફસેસ સાથે કહીએ છીએ કે તેઓ હજુ સુધી આત્મજ્ઞાનના અભાવે (અનભિજ્ઞ) જેવી જોઈએ તેવી પ્રગતિ સાધી શકતા નથી અને ઘાણના બળદની જેમ ઘણું ચાલીને પણ પાછા જ્યાં હતા ત્યાં ને ત્યાં આવીને માયાના ખૂટે બંધાઈ જાય છે.
સમવસરણમાં બેઠેલા બધાઓને આત્માનું અસલી સ્વરૂપ જાણવામાં આવે તેવી ભાવદયાના કારણે જ ગૌતમસ્વામીએ