________________
૧૪૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પૂછયું કે, “હે પ્રભો ! આત્મા શું જ્ઞાનસ્વરૂપ છે? જ્ઞાન અને આત્મામાં શી ભિન્નતા છે? જ્ઞાન એ જ આત્મા છે કે અજ્ઞાન આત્મા છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, “હે ગૌતમ! આત્મા કથંચિત્ જ્ઞાન સ્વરૂપ છે, પરંતુ જ્ઞાન તો સ્વયં આત્મા જ છે.”
હે ગૌતમ! જમીનમાંથી નીકળેલા હિરાના પત્થર જે આત્મા અનંતાનુબંધી કોધ-માન-માયા અને લેભ અને મિથ્યાત્વના મેલ(કચરા)ના કારણે અનાદિકાળથી વ્યાપ્ત છે. અને જ્યાં સુધી તે કષાયની હાજરી છે ત્યાં સુધી દર્શનમેહનીય કર્મની તાકાત કોઇકાળે પણ ઓછી થતી નથી. તેવી સ્થિતિમાં તે આત્મા મિથ્યાત્વી હોય છે, જે આત્મદ્રવ્યને કેમ ભાવી પર્યાય કહેવાય છે. યદ્યપિ આત્માની સાથે અનાદિકાળને સહભાવી મિત્ર હોવા છતાં પણ અભવ્ય આત્માને છેડી બીજા આત્માઓ સાથે અ ત સુધીને મિત્ર નથી, માટે તે મિથ્યાત્વ આત્માને સહભાવી ગુણ હોઈ શકે નહિ પણ ક્રમભાવી પર્યાય છે. જ્યારે જ્ઞાન સહભાવી ગુણ હોવાથી નિગોદ અવસ્થાથી લઈ સિદ્ધ શિલાપર્યત પણ જ્ઞાન અને આત્મા જુદા હોઈ શકતા નથી.
દિવ્યશક્તિના સ્વામી સૂર્યનારાયણને પણ અષાઢ, શ્રાવણ મહિનાને વાદળાંઓ એવી રીતે ઘેરી લે છે કે જેનાથી સૂર્યના કિરણે ૨-૪-૬ દિવસ સુધી લગભગ અદશ્ય રહે છે પરંતુ જોરદાર પવનના ઝપાટે જ્યારે વાદળાઓ ચલાયમાન થાય છે ત્યારે સૂર્યનારાયણ પોતાની અજબગજબ શક્તિથી તે વાદળાઓને સર્વથા છિન્નભિન્ન કરી, પોતે આકાશમાં દેદીપ્યમાન થઈ જનતાને તથા આખા સંસારને પણ પ્રકાશમય બનાવી દે