________________
૧૪૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અહીં પ્રમત્ત વિશેષણ લગાડવાથી અને પ્રમત્ત ગુણસ્થાનક છડું હોવાથી યતિ શબ્દ મુનિનો જ પર્યાય ઈષ્ટ છે. માટે યતિ શબ્દના સ્થાને મુનિ શબ્દ રાખવું જોઈતું હતું જેથી મુનિમાં બધા એ જૈન સંપ્રદાયના મુનિઓને સમાવેશ થઈ જતું હતું અને આ ગુણસ્થાનકમાં કષાયેની વિદ્યમાનતા નકારવામાં આવી નથી. આમ છતાં પણ યતિ શબ્દ મૂકવામાં આવ્યું છે, તેને અર્થ એ થશે કે પિતાના સંપ્રદાય સિવાયના, પ્રમત્તયતિ શબ્દમાં બીજા બધા જૈન સંપ્રદાચ સમાવેશ થશે જેઓ સકષાયી હોવાથી ચારિત્રના અભાવવાળા હોય છે. તથા ચારિત્રમાં કષાય પણ હોય છે. તેના અર્થમાં સામાયિકાદિ સમ્પન્ન મુનિઓ લીધા છે એટલે સામાયિકાદિમાં સ્થાનક મુનિઓ જ આવશે. અને તેમ થતાં બીજા બધા સંપ્રદાયના મુનિ જેમાં દિગમ્બર, મંદિરમાગ, ખરતરગચ્છ, અચલગચ્છ, પાર્ધચંદ્રગચ્છ અને આગળ વધીએ તે તેરાપંથી મુનિઓ પણ જતિ મહારાજ જેવા જ હોય છે.
શબ્દપ્રયાગમાં કે ભ્રમ થઈ શકે છે ?
કષાયાત્મા અને વર્યાત્મા માટે જાણવાનું કે જ્યાં કષાયે છે ત્યાં વીર્યતા છે, પરંતુ કેવળી સવાર્ય હોવા છતાં પણ કષાયી નથી, એટલે વીર્યાત્માની સાથે કષાયેની ભજન જાણવી. આમાઓની અપ બહુલતા:
(૧) ચારિત્રાત્મા સૌથી થડા છે જે સંખ્યાત છે.
(૨) જ્ઞાનાત્માઓ અનંત છે. સિદ્ધ અને સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ.