________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૧૦
૧૪૧ સતત હોય છે માટે ઉપગાત્મા કહેવાય છે. અથવા વિવક્ષિત વસ્તુને ઉપગ ઉપગાત્માને હોય છે. (૫) જ્ઞાનાત્મા–
જ્ઞાન આત્માને સહભાવી ગુણ છે. માટે દર્શનને ગૌણ કરી જ્યારે જાતિ, ગુણ, કર્મ આદિ વિશેષણથી યુક્ત તે જ્ઞાન બને છે, ત્યારે તેને સ્વામી જ્ઞાનાત્મા કહેવાય છે. (૬) દર્શનાત્મા–
જ્યાં વિશેષ બોધને ગૌણ કરી સામાન્ય એટલે જાતિ, ગુણ, કર્મ રહિત વસ્તુના જ્ઞાનને દર્શનાત્મા કહે છે. (૭) ચારિત્રાત્મા– 'चर्यते आचयते इति चारित्रं तद्वान् चारित्रात्मा'
સવશે કે અલ્પાંશે અવિરતિને ત્યાગ ચારિત્ર કહેવાય છે. આવું ચારિત્ર જેની પાસે હોય તે ચારિત્રાત્મા છે. ' (૮) વીર્યામા
જ્યારે આત્મામાં ઉત્થાન, બળ આદિને સંચાર થાય છે ત્યારે તે વીર્યામા કહેવાય છે. આઠેય આત્માઓની પરસ્પર સંબંધિતા :
જે દ્રવ્યાત્મા હોય છે તે કષાયાત્મા હોય છે અથવા નથી હતા. પણ જે કષાયાત્મા છે તે દ્રવ્યાત્મા નિયમ હોય છે પરંતુ ક્ષીણ કે ઉપશાન્ત કષાયી કષાયાત્મા હોતા નથી. કષાય આત્માને સ્વાભાવિક પર્યાય નથી, પણ મેહજન્ય વૈભાવિક