________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૧૦
૧૩૯ બીજી દષ્ટિ પર્યાયાસ્તિક નયની. એટલે વિદ્યમાન દ્રવ્યની વિચારણા ન કરતાં તે દ્રવ્ય જે જે પર્યામાં રહેલું હોય તે પર્યાની જ વિચારણા કરવી.
જેમકે “આત્મા નિત્ય છે. આ ભાષાવ્યવહાર એટલા માટે સત્ય છે કે દ્રવ્યની દૃષ્ટિએ આત્મતત્ત્વ નિત્ય તથા શાશ્વત જ છે.
અને “આત્મા અનિત્ય છે.” આ ભાષા વ્યવહાર પણ એટલા માટે સત્ય છે કે આત્મામાં રહેલા સહભાવી ગુણો અને કમભાવી પર્યાયે પ્રતિ સમયે નવા નવા આવતા રહે છે અને જતા રહે છે, માટે પર્યા તરફ જ દષ્ટિ રાખીને “આત્મા અનિત્ય છે. આ ભાષાવ્યવહાર પણ સત્ય હેય છે. દ્રવ્યત્વની અપેક્ષાએ આત્મા “અરૂપી” છે પણ જુદા જુદા પર્યાના કારણે તેમા હલન ચલન દેખાતું હોવાથી આત્માને
રૂપીકહેવામાં પણ જૈન શાસનને બાધ નથી. આમ બંને પ્રકારે કરાતે ભાષા વ્યવહાર જ સાપેક્ષ ભાષણ છે, જે સર્વથા સત્ય છે. આ સીધું સાદુ “તત્વ અનાદિ કાળથી ભાષામાં બોલાય છે અને સંસારનું પ્રાણી માત્ર પોતાની મેળે સમજી જાય છે. પરંતુ જ્ઞાન જ્યારે વક્ર મિથ્યાત્વ વાસિત, વિપરીત કે સંશયી બને છે ત્યારે આ સીધી સાદી વાત તેમાં રહેલા બીજા પર્યાને સર્વથા તિરસ્કાર કરી કેવળ એક જ પર્યાયને જોવાની આદત. જેમકે-“આત્મા નિત્ય જ છે.” “અરૂપી જ છે.” આવા પ્રકારને ભાષાવ્યવહાર દ્રવ્યમાં રહેલા બીજા પર્યાની અપેક્ષા નહિ રાખતા હોવાના કારણે નિરપેક્ષ ભાષા વ્યવહાર કહેવાય છે, જે સર્વથા જુઠે અને પ્રપંચી ભાષાયવહાર છે, જેના કારણે સંસારના કલેશે, કંકાસે,