________________
૧૩૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧) દ્રવ્યાત્મા, (૨) કષાયાત્મા, (૩) ગાત્મા, (૪) ઉપગાત્મા, (૫) જ્ઞાનાત્મા, (૬) દર્શનાત્મા, (૭) ચારિત્રાત્મા, (૮) વીર્યાત્મા.
હવે આપણે ભાવાર્થ જાણુએ. (૧) દ્રવ્યાત્મા–
જે અપરાપર પર્યાને તથા સ્વકીય અને પરકીય જ્ઞાનાદિ ગુણોને નિરંતર પ્રાપ્ત કરનાર તે દ્રવ્યાત્મા છે. “અન્નતિ-ધિરાછા રૂત સામ” આ વ્યુત્પત્તિથી ઉપયોગ સ્વભાવી આત્મા પદાર્થોને નિરંતર જાણતો રહે અથવા જુદા જુદા પર્યાને લેતા જાય તેમ મૂકતે જાય તે દ્રવ્યાત્મા છે. અથવા કષાયાદિ પર્યાને ગૌણ કરે ત્યારે શુદ્ધ દ્રવ્યરૂપ પોતાના સ્વભાવને પ્રાપ્ત થયેલો આત્મા તે દ્રવ્યાત્મા છે.
દ્રવ્ય અને પર્યાનું મિશ્રણ જ સંસાર છે. તે કારણે જ સંસારનું કે તેને કઈ પણ પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય છે ત્યારે તેને બે દષ્ટિથી જોવું જોઈએ. અને તે તે શબ્દથી ભાષા વ્યવહાર કરવો જોઈએ. કેમકે સંસારભરના અનંતાનંત પર્યામાં દ્રવ્યતત્ત્વની વિદ્યમાનતા કોઈ કાળે અને તેનાથી પણ નકારી શકાતી નથી. તેવી રીતે કેઈ પણ દ્રવ્ય પર્યાય વિનાનું હોઈ શકતું નથી. આ પ્રમાણે પદાર્થ માત્રમાં બંને ત (દ્રવ્ય પર્યાય) રહેલા જ છે ત્યારે તેમને બે દષ્ટિથી જોયા વિના છુટકે નથી.
એક દૃષ્ટિ છે દ્રવ્યાસ્તિક નયની. એટલે પદાર્થ માત્રમાં રહેલા પર્યાને ગૌણ કરીને કેવળ તેના દ્રવ્ય સબંધી જ વિચારણા કરવી.