________________
૧૩૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ છે, તેમ સાપેક્ષવાદ કેઈ સ્વતંત્ર ધર્મ નથી કે મહાવીરસ્વામી જ તેના ઉત્પાદક કે વાચક નથી. પરંતુ વસ્તુમાત્રના સત્ય જ્ઞાનને મેળવવા માટે જુદી જુદી અપેક્ષાએ તેમાં રહેલા અસ્તિત્વને સ્વીકાર અને નાસ્તિત્વ પર્યાનો પરિહાર કરી ભાષાવ્યવહાર કરે તે સાપેક્ષવાદ છે.
અનંતાનંત ચેતન કે અચેતન પદાર્થોથી પૂર્ણ હોવાથી પ્રત્યક્ષ દેખાતા આ બ્રહ્માંડને નિશાળ(School)ની ઉપમા આપવામાં આવી છે અને મનુષ્ય નિ પ્રાપ્ત મનુષ્યને વિદ્યાથીની ઉપમા આપી છે.
અનંત સંસારના માયા પ્રપંચના ઘેનમાં બેભાન બનેલો જીવાત્મા સખ્યાત–અસંખ્યાત કે અનંતભવોમાં સ્પષ્ટ કે અસ્પષ્ટ અકથનીય વેદનાઓને ભેગવીને સારી રીતે થાકી ગયા પછી જ કેઈ એકાદ ભવમાં મનુષ્ય અવતાર પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી બને છે. આવી પરિસ્થિતિમાં પણ તે ભાગ્યશાળી જે સત્યજ્ઞાન મેળવવા માટે પ્રયત્નશીલ ન બની શક્યો તે પાછો અને સંસારના ગર્તામાં પટકાઈ ગયા વિના રહી શકે તેમ નથી. અને આવી રીતે તે આ જીવાત્માએ અનંત વાર મનુષ્ય અવતારે મેળવ્યા અને ફેગટ ગુમાવી પણ દીધા છે.
આ ભવને આંટો સાર્થક કરે છે, પરમાત્માની કૃપા મેળવવી હોય, સગતિઓના સ્વામી બનવું હેય, સંસારના બધાયે મનુષ્ય સાથે મૈત્રીભાવ કેળવ હોય તે ભાષાવ્યવહારને સુધાર્યા વિના છુટકારે નથી, કેમકે અહિંસક સત્યવાદી કે સદાચારી જીવનને મૂળ પાયા જ ભાષાવ્યવહાર છે જેને સુધાર્યા વિના સંસારનો કેઈપણ માણસ મૈત્રીભાવપ્રમોદભાવ, કારુણ્યભાવ કે ઉપેક્ષાભાવને કેળવી શકવાનો નથી.