________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૧૦
૧૩૫ ભાવદયાના સ્વામી, જીવ માત્રના પરમ મિત્ર, માયાવી– પાપી–કામીક્રોધી માનવેના હિતેચ્છુ, કીડા-મકડા–પૃવી– પાણ-અગ્નિ-વનસ્પતિ આદિજીને અભયદાન દેનારા, આખોમાં અમી, જીભમાં મીઠાશ, હૃદયમાં દયા, કરણીમાં ક્ષમા અને ચાલવા ફરવામાં પૂર્ણ ઉપયેગી ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું કે, “હે પ્રભે! આત્મા કેટલા પ્રકારે છે?”
જવાબમાં સ્યાદ્વાદના સ્વામી, નયવાદથી સાપેક્ષ ભાષાવાદી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, “હે ગૌતમ! આત્માના આઠ પ્રકારતભેદ) છે સ્થાનાંગસૂત્રમાં “g માયા' આત્મા એક છે” કહીને ભગવતી સૂત્રમા ભગવત આત્માને આઠ પ્રકારે કહે છે. આમાં તથ્થાંશ એ છે કે નિરપેક્ષ એટલે કે દ્રવ્ય માત્રમાં અન્ય અન્ય બીજા અનંત ધર્મો(પ)ની વિદ્યમાનતા પ્રત્યક્ષ જેવાઈ રહી હોય ત્યારે તેમની અપેક્ષા રાખ્યા વિના જ કેવળ ભાષા વ્યવહારમા “જ” “gaz” “” શબ્દનો પ્રયોગ કરીએ તે નિરપેક્ષ ભાષા હોવાથી જૂઠી ભાષા છે. અને આ ભાષાવ્યવહાર માણસના અને સમાજના જીવનમાં વૈર–વિરોધકલેશ આદિ દુષણો ઊભા કરે છે. માટે અન તજ્ઞાની કેવળીઓની ભાષા નિરપેક્ષ નહિ પણ સાપેક્ષ હોય છે.'
સાપેક્ષવાદ :
___ " एकस्मिन् वस्तुनि-पदार्थ-द्रव्ये पृथक् पृथक् अपेक्षाभिः સંતિો ચો વારઃ (કથન ) સ સાપેક્ષત્રા !”
એટલે કે કોઈ એક પદાર્થમાં રહેલી ભિન્ન ભિન્ન અવસ્થાએને ખ્યાલ રાખીને પદાર્થોને નિર્ણય કરે તે સાપેક્ષવાદ છે. એટલું ધ્યાન રાખવાનું કે પંચ મહાવ્રત જેમ સંવરધર્મ