________________
શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૯
૧૨૭ આઠ વર્ષ ઓછા થવાના કારણે કહ્યું છે. કેમકે દીક્ષાગ્રહણ આઠ વર્ષ વીત્યા પછી કરવામાં આવે છે. (છ વર્ષ અને ત્રણ વર્ષની ઉંમરના અતિમુક્તક તથા સ્વામીની દીક્ષાની વાત તે સર્વથા ગૌણ હોવાથી સૂત્રકારે તેની નેંધ લીધી નથી )
દેવાધિદેવની જઘન્ય સ્થિતિ મહાવીરસ્વામીની અપેક્ષાએ ૭૨ વર્ષની અને કષભદેવની અપેક્ષાએ ઉત્કૃષ્ટથી ૮૪ લાખ પૂર્વની છે. - ભાવની જઘન્ય સ્થિતિ ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે તેમની વિદુર્વણ માટેની વતવ્યતા :
ભગવાને ફરમાવ્યું કે, “ભવ્ય દ્રવ્યદેવ, નરદેવ તથા ધર્મદેવ વૈકિય લબ્ધિસ પન્ન મનુષ્ય અને તિર્ય ચ પંચેન્દ્રિયે પોતાની વૈક્રિય શક્તિથી એક તથા અનેક રૂપની વિદુર્વણા કરવા શક્તિમાન છે. જયારે એક રૂપની વિદુર્વણ કરે છે ત્યારે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરીન્દ્રિય અને પ ચેન્દ્રિય જીવના રૂપનું નિર્માણ કરી શકે છે અને અનેક રૂપ કરવા હોય તે એકેન્દ્રિયથી 'પંચેન્દ્રિય સુધી જીના સા ખ્યાત-અસંખ્યાત રૂપે પોતાની સાથે સંબંદ્ધ કે અસંબદ્ધ સરખા કે અણસરખા વર્ણાદિથી યુક્ત વિદુર્વણ કરે છે અને તેમ કરીને તેઓ ઈચ્છાનુસાર પોતાનાં કાર્યો કરે છે.
દેવાધિદે યદ્યપિ વિદુર્વણ કરવા માટે પૂર્ણ સમર્થ છે તથાપિ સર્વથા કૃતકૃત્ય હોવાથી ફેઈ દિવસ વિકણા કરતા નથી, કરી નથી અને કરશે પણ નહિ. . ભાવ એક અથવા અનેક રૂપ કરે છે.