________________
૧૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દેવ કહેવાય છે, જેમાં નાગકુમાર, સુવર્ણકુમાર, વાયુકુમાર, ઉદધિકુમાર આદિ દેવ અને તેમના ઈન્દ્રો ભવનપતિ દેવ કહેવાય છે. વ્યંતર, વાણવ્યંતર, કિનર, કિપુરુષ, યક્ષ, પ્રેત, ડાકણ, શાકિની, રાક્ષસ, તિર્યંગ જાંભક આદિ દેવે વ્યંતર કહેવાય છે. સૂર્ય ચંદ્ર નક્ષત્ર તારા અને ગ્રહ દેવ તિષી દેવ છે. ૧૨ દેવલેકના વૈમાનિકે, ૯ વયેક દેવે અને ૫ અનુત્તર દેવે જેમાં બ્રહ્મલેક પણ સમાવિષ્ટ છે તે વૈમાનિક કહેવાય છે. ઉપરના બધાયે દેને જન્મ છે, મરણ છે, આધિ વ્યાધિ અને ઉપાધિ છે, માટે કેવળજ્ઞાન વિનાના આ દેવે કઈ કાળે પણ ૩૩ કરોડ દેવે ભેગા મળીને પણ કેઈને કેવળજ્ઞાન અપાવી મોક્ષ પ્રાપ્ત કરાવી શક્તા નથી પાંચેય દેવામાં ઉત્પાદની વકતવ્યતા: (૧) ભવ્ય દ્રવ્યદેવ–
ગૌતમસ્વામીના પ્રશ્નથી ચારે ગતિના કયા કયા છે મૃત્યુ પામીને ઉપર કહેલા પાંચ દેવમાં ઉત્પન્ન થાય છે તેની વિગત વિસ્તારથી કહેવામાં આવી છે.
પ્રશ્ન“હે પ્રભે! ભવ્ય દ્રવ્યદેવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નરકગતિમાંથી ? તિર્યંચગતિમાંથી ? મનુષ્યગતિમાંથી ? કે દેવગતિમાંથી ચવીને ભવ્ય દ્રવ્યદેવે થાય છે? આ પ્રશ્ન છે અને આગળ પણ એજ પદ્ધતિના પ્રશ્નો છે.
જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ! ચારેય ગતિમાંથી નીકળીને જીવ ભવ્ય દ્રવ્યદેવ તરીકે ઉત્પન્ન થાય છે. (અહીં અવાંતર ભેદો જાણવા માટે પ્રજ્ઞાપના સૂત્રનું છઠું વ્યુત્ક્રાન્તિ પદ જેવા માટેની ભલામણ કરવામાં આવી છે.) પૃથ્વીકાયિક