________________
૧૨૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ગયેલી હોવાથી તે તિર્ય ચ કે મનુષ્ય ભવ્ય દ્રવ્યદેવથી સંબેધાય છે. જેમ કે અત્યારે “નમુકુળ ' ગોખનાર બાળમુનિ ભવિષ્યમાં શ્રુતજ્ઞાની થશે તે કારણે પણ તે જ્ઞાની કહેવાય છે. (૨) નરદેવ :
ગૌતમસ્વામીજીએ ભગવાન મહાવીરસ્વામીને પૂછેલી નરદેવની વ્યાખ્યાના જવાબમાં પ્રભુએ કહ્યું કે, “જેમ “gg સિંદુ રૂa faઃ” કહેવાય છે, તેવી રીતે બનg– રમg દેવ રૂવ સેવા” માણસેમાં જે આરાધ્ય, સેવ્ય, દેવ જેવા રૂપાળા, પૃથ્વીની ચારે દિશાઓમાં પ્રભુત્વ ધરાવનાર, ચકરત્ન જેમને પ્રાપ્ત થયું હોય તેવા, નવ નિધાને જેમનાં ચરણોમાં હોય તેવા, જેમને ભંડાર ભરપૂર હોય તેવા ૩૨ હજાર મુકુટબંધી રાજાઓથી સેવિત, સમુદ્રપર્યત પૃથ્વીના સ્વામી એવા ચક્રવતીને નરદેવ કહેવાય છે.' (૩) ધર્મદેવ :
ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં ધર્મદેવની વ્યાખ્યા આપતાં પ્રભુએ કહ્યું કે, “જેઓ પાંચ સમિતિઓથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત હય, દશ પ્રકારે સાધુધર્મમા સ્થિર હોય તે ધર્મદેવ છે.” દુર્ગતિ તરફ જતા જીવને સદ્ગતિ તરફ લઈ જાય તે ધર્મ છે. “સ્વસ્પન્ન કારનિ ઉતષ્ઠતિ વર” અર્થાત્ સંસારની માયામાંથી ઉત્પન્ન થતા તામસિક, રાજસિક, વૈકારિક, વૈભાવિક કે ઔદયિક આદિ ભાવ-વિચારે તથા આચારનો ત્યાગ કરાવી સાત્વિક, સ્વાભાવિક અને ક્ષાપશમિતા સાથેની સ્વસ્થતા પ્રાપ્ત કરાવે તે ધર્મ છે. આવા કલ્યાણકારી ધર્મના પ્રરૂપક તીર્થકરે જ હોય છે અને મુનિરાજે તે ધર્મના આરાધક હોવાથી ધર્મદેવ તરીકે સંબોધાય છે.