________________
શતક ૧૩ મું : ઉદ્દેશક-૯ દેના પ્રકાર સંબંધી વક્તવ્યતા
સંસારને પદાર્થ માત્ર ગુણપર્યાયાત્મક હોવાથી તેને સમ્યગ નિર્ણય સાપેક્ષ દૃષ્ટિ વિના થઈ શક્તા નથી. કેમકે મૂળ દ્રવ્યની અપેક્ષાએ તે સ્થિર છે અને ગુણપર્યાની અપેક્ષાએ તેમાં ઉત્પાદ અને વ્યય રહેલા છે. તેવી રીતે જુદા જુદા નિપાએથી પણ વસ્તુને નિર્ણય સર્વાગી થાય છે. એક જ વસ્તુને વ્યક્તિને જુદી જુદી અપેક્ષાએ નિર્ણય કરે તેને નિક્ષેપ કહે છે.
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકરૂપે દેવના ચાર ભેદ જ આપણે જાણતા હતા. પરંતુ અહીં બીજી બીજી અપેક્ષાએ દેવેના પાંચ ભેદ કહેવાયા છે. (૧) ભવ્ય દ્રવ્યદેવ, (૨) નરદેવ, (૩) ધર્મદેવ, (૪) દેવાધિદેવ, (૫) ભાવદેવ. હવે આ પાંચેય દેવને આપણે વિસ્તારથી જાણીએ. (૧) ભવ્ય દ્રવ્ય દેવ :
હે પ્રભે! ભવ્ય દ્રવ્યદેવને ભવ્ય દ્રવ્યદેવ શા માટે કહે છે? અને આ પદને અર્થ શું થાય છે?
જવાબમાં પરમાત્માએ ફરમાવ્યું કે, હે ગૌતમ! જે છે અત્યારે તિર્યંચ પંચેન્દ્રિયમાં કે મનુષ્યમાં રહેલા હોય અને અહીંથી બીજા ભવમાં દેવનિ પ્રાપ્ત કરવાની ચેગ્યતા મેળવેલા ભાગ્યશાળીઓને ભવ્ય દ્રવ્યદેવ કહેવાય છે, યદ્યપિ અત્યારે તે દેવત્વને પ્રાપ્ત થયેલ નથી તે પણ સવિતુમતિ રુતિ મચ:' આ ઉક્તિથી ભવિષ્યમાં દેવત્વની ગ્યતા થઈ