________________
૧૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તિર્યંચ અવતારમાં પરાધીનતા, અવિવેક, પૂર્વભવીય કુસંસ્કારોના કારણે તે છે પણ દુઃખી છે.
મનુષ્યાવતારને પામેલે જીવ પોતાની સત્કરણ અને સદ્વિચાર દ્વારા સગતિ અને અસભ્ય, હિંસક આદિ દુષ્ટ કરણીથી દુર્ગતિને માલિક જેમ થાય છે, તેવી રીતે પશુ અવતારને પામેલા જીવોમાં પણ યદિ સંત સમાગમ, શુભ ભાવના કેળવીને પાપોને, પાપ ભાવનાઓને સર્વથા છેડી દે અથવા છોડવા માટેની તાલીમ મેળવે અથવા અમુક પ્રકારના પાપોને જાણી બૂઝીને પડતા મૂકી દે તે તે તિર્યંચે પણ સંગતિના સ્વામી બની શકે છે. બીજા ભાગના પુસ્તકમાં જેમ આપણે જાણું શક્યા છીએ કે તિર્યંચે પણ દેશવિરતિ ધર્મને સ્વીકારી દેવલેકને કે મનુષ્યલકને મેળવવા માટે ભાગ્યશાળી બને છે. અગણિત દષ્ટાંતે શાસ્ત્રના પાનાઓ પર સંગ્રહાયેલા છે. જેમ કે ચડકૌશિક નાગરાજ, હાથીના શરીરમાં રહેલે રૂપસેનને જીવ, કાદંબરી અટવીમાં પાર્શ્વનાથ પ્રભુને પૂજતો મદોન્મત્ત હાથી, પરમાત્માની અક્ષત પૂજા કરતું કીર યુગલ, જટાયુ પક્ષી આદિ દષ્ટાંતે સૌની જીભ ઉપર રમી રહ્યા છે.
આખી જિંદગીમાં શુદ્ધ શ્રદ્ધાપૂર્વક એક જ સામાયિક કરનાર શ્રાવક, એક જ દિવસની દીક્ષા પાળતે મુનિ, મેક્ષ કે દેવગતિ પ્રાપ્ત કરી શકતા હોય તે જીવનના છેલ્લા શ્વાસ પર્યત જૈન ધર્મની, પ ચ મહાવ્રતધારી ગુરુદેવની અને દયાપૂર્ણ જૈન ધર્મની શ્રદ્ધા રાખનાર માટે શું કહેવાનું હોય ? વાંદરા આદિની ગતિ , ' હવે આપણે પ્રશ્નોત્તરને જોઈ લઈએ. ગૌતમસ્વામીજી