________________
શતક ૧૨ મું ઉદ્દેશક–૮
૧૧૭ જાય છે. તે મણિ કે વૃક્ષમાં રહેલા જીવને પૂર્વભવીય મિત્ર દેવ ત્યાં આવીને તે મણિની અને વૃક્ષની પૂજા-સત્કાર, સન્માન સાથે ચંદનથી પણ પૂજા કરે છે. વૃક્ષના મૂળમાં ચબુતરે વિશેષ કરી લીંપી ઝુંપીને પણ તે ઝાડનો મહિમા વધારે છે. આ કારણે જ કદાચ મણિઓને મહિમા વચ્ચે હોય તેમ લાગે છે અરિહંતદેવેની અંજનશલાકા, પ્રતિષ્ઠા તથા કુંભસ્થાપનામાં પંચરત્નની પિટલી તે આજે પણ વપરાય છે. તથા અમુક ગ્રહો નડતા હોય તે અમુક અમુક મણિને વીંટીમાં નાંખીને આજે પણ પહેરે છે. તેમાં છતાં આ રિવાજમાં પણ ગતાનગતિકતા જોવામાં આવે છે. કેમકે બધા મણિઓ કંઈ તેવા પ્રકારના ભાગ્યશાળીઓના શરીર પર હેતા નથી.
જીવોની સદ્ગતિ અને દુર્ગતિ શા કારણે?
સંસારનું સર્જન, પરિસ્થિતિ અને હવામાન આદિ જીને શુભ અશુભ કર્મોને આધીન છે. તેવી રીતે મરણોત્તર ગતિ પણ કર્મને આધીન છે. જ્યા સુધી કર્મોને એક પણ અણુ જીવના પ્રદેશ સાથે છે ત્યાં સુધી ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ પણ અનિવાર્ય છે
પુણ્યકર્મના ફળ સ્વરૂપે જીવનમાં સુખ-શાંતિ સમાધિ, પ્રસન્ન ચિત્ત આદિ હોય તે સગતિ અને તેનાથી વિપરીત દુર્ગતિ જાણવી. અર્થાત્ દુઃખ-દારિદ્રય, ભૂખ-તરસ, ઠંડી-ગરમી આદિની વેદનાઓ જ્યાં પ્રચુર માત્રામાં ભોગવવી પડે છે તે દુર્ગતિ છે, જેમાં નારક અને તિર્યચેના અવતાર સમજવા.
નરક ગતિમાં સ્વાભાવિક રૂપે દુઃખની પરંપરા છે અને