________________
૧૦૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વધારે હજાર બકરા–બકરીઓને તેમાં પૂરી દે છે. માન્યું કે તે વાડે સે બકરીઓ આરામથી રહી શકે, ફરી શકે તેટલે જ છે, છતા પણ હજારની સંખ્યામા બકરીઓને રાખવામાં એ આશય છે કે ત્યાં એક ઈંચ જેટલી જગ્યા પણ ખાલી રહેવા ન પામે. એવા વાડામાં પુષ્કળ ખાવા-પીવાનું સાધન મૂકી દેવામાં આવે છે જેથી તે વાડામાં કેઈ બકરે કે બકરી ભૂખ્યું તરસ્યું ન રહી શકે. આ પ્રમાણે છ મહિના સુધી તેમને તે વાડામાં રાખવામા આવે આ વાતથી સૂત્રકાર એમ પ્રતિપાદિત કરવા માંગે છે કે એ બકરીઓના બદલે હજાર બકરીઓ તે વાડામાં ઈચ્છા પ્રમાણે ઘાસ ખાશે, પાણી પીશે, જેથી તે વાડાનો એક પણ પ્રદેશ તેમનાં મૂત્ર, લીંડીઓ, કફ, નાકમાંથી નીકળતે પ્રવાહી પદાર્થ, પરૂ, વીર્ય, લેહી, રૂ વાટી, શીંગડાં કે તેમના નખવડે તે વાડાને એક પણ પ્રદેશ કેરે રહેવાને નથી. છતા કલ્પી લઈએ કે કેઈ એકાદ પ્રદેશ તેમનાથી કે રહી ગયા હોય તે પણ લોકની શાશ્વત સ્થિતિ, સંસારના અનાદિભાવ, જીવન નિત્યભાવ. કર્મોની અધિકતા અને જન્મમરણની બહુલતા આદિની અપેક્ષાએ વિચારીએ છીએ ત્યારે અતિશય વિશાળ આ લેકનો એક પુગલ પરમાણુ એટલે પણ પ્રદેશ તેવો નથી જ્યા જીવાત્મા જ ન હોય કે મર્યો ન હોય (૧) લેકની શાશ્વત સ્થિતિ :
કદાચ કઈ કહે, “લેક જેવું પહેલાં કંઈ પણ હતું જ નહીં. પરંતુ બ્રહ્માજીએ જ્યારે જેની આવશ્યક્તા પડી ત્યારે તે તે ભાવને ઉત્પન્ન કર્યા છે. બ્રહ્માજીનું મૂકેલું એક ઈંડુ ઘણા વર્ષો સુધી પડયું રહ્યું પછી તે ફૂટયું જેના એક ભાગ માથી પુરુષ અને બીજા ભાગમાંથી સ્ત્રીનું ઉત્પાદન થયું અને