________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
પ્રશ્નોત્તર –જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ આઠ કર્મો ચાર સ્પર્શવાળાં હોય છે ?
આ કર્મોને ઉદય તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ હોય છે. ત્યારે જીવાત્માની ૧૮ પાપસ્થાનમાં વિશેષ પ્રવૃત્તિ હોય છે. અને પુનઃ કર્મોની પરંપરા વધે છે. આવી સ્થિતિમાં જે ભાગ્યશાળી અરિહંત વીતરાગ દેવ પ્રત્યે શ્રદ્ધાળુ બનશે તેઓને ચારિત્ર મેહનીય કર્મને ઉપશમ થશે તેમ તેમ બાકીના કર્મોને ઉદય પણ પ્રાય. કરી નિષ્ફળ થશે. એટલે કે નવા કર્મોનું બધન અટકી જશે અને તેમ થતા પુરૂષાથી બનેલે આત્મા એક દિવસ કર્મોના બધાયે મૂળિયાને સમૂળ નાશ કરી કેવળજ્ઞાન મેળવશે.
કૃષલેશ્યા માટે જવાબ આપતાં ભગવતે કહ્યું કે, દ્રવ્ય લેશ્યાની અપેક્ષાએ આઠ સ્પર્શ હોય છે અને ભાવલેશ્યા તે આત્મપરિણામ સ્વરૂપ હેવાથી વર્ણાદિરહિત હોય છે. દ્રવ્યલેશ્યા પુદ્ગલેના આલંબનવાળી હવાથી પૌગલિકી છે જ્યારે ભાવલેશ્યા આત્મિક છે માટે વર્ણાદિક રહિત છે. એ જ પ્રમાણે સમ્યગદષ્ટિ, મિથ્યાષ્ટિ, ચક્ષુદર્શની, અચક્ષુદર્શની, અવધિદર્શની, કેવળદર્શની, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, આહારાદિ ચારસંજ્ઞાવર્ણાદિ રહિત છે. જીવના આન્તરૂ પરિણામની અપેક્ષાએ એ ભાવે અમૂર્ત હોવાથી વર્ણાતિરહિત કહેવાયા છે. મનોગવચનગ ચાર સ્પર્શવાળા છે, જ્યારે બાદર પરિણમી કાયચેગ આઠ સ્પર્શવત છે.
છ દ્રવ્યોમાથી પગલાસ્તિકાય જ મૂર્ત એટલે રૂપી છે. તેથી વર્ણાદિ સહિત છે અને બાકીના પાચ અમૂર્ત હોવાથી વર્ણાદિ રહિત છે.