________________
૮૭
શતક ૧૨ મું : ઉદ્દેશક–૫
બધાએ ઘોદધિની પ્રત્યેકની જાડાઈ ૨૦ હજાર એજનની છે અને ઘનવાત તથા તનુવાત અસ ખ્યાત હજાર એજનની મેટાઈવાળા છે, નીચે નીચે મોટાઈ વધારે સમજવી.
અવકાશાન્તર માટે પ્રશ્ન હોવાથી પ્રભુએ કહ્યું કે, “તે અમૂર્ત હેવાથી વર્ણાદિ રહિત છે પરંતુ તનુવાત, ઘનવાત, ઘનોદધિ અને પૃથ્વીમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શ છે, જ્યારે કર્મ પુદ્ગલે સૂક્ષ્મ પરિણામવાળાં હોવાથી ચાર સ્પર્શવાળા કહ્યું છે બાકીના બધા બાદર પરિણમી હોવાથી તેમને આઠ સ્પર્શ છે. જેમાં જમ્બુદ્વીપ, લવણસમુદ્ર, ઐયિક, અનુત્ત, ઈષત્ પ્રાગભારાપૃથ્વી, નરકાવાસે, અસુરકુમાદિ દેવાવાસે આદિ બધાએ પગલ–પરિણામમાં આઠ સ્પર્શ સમજવા
નારક જીવે તૈજસુ અને વૈક્રિય પુદ્ગલેની અપેક્ષાએ આઠ સ્પર્શવાળા છે અને કાશ્મણ શરીરની અપેક્ષાએ ચાર સ્પર્શવાળા છે. કેમકે કામણ શરીર સૂમ પરિણામવાળા પુદ્ગલરૂપ હોય છે. યદ્યપિ જીવ અમૂર્ત—અરૂપી હોવાથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વિના હોવા છતાં પણ અહીં શરીરની અપેક્ષાએ એ વાત કરી છે. આ પ્રમાણે અસુરકુમાર આદિ તથા પૃથ્વીકાયિક, અપકાયિક, સૈજકાયિક, વનસ્પતિકાયિક અને વિકસેન્દ્રિયને પણ સમજવા.
મનુષ્ય પણ કામણ શરીરની અપેક્ષાએ ચાર સ્પર્શ વાળ છે. શેષ શરીરની દષ્ટિએ આઠ સ્પર્શ સમજવા.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ વર્ણાદિ રહિત છે, જ્યારે પુગલાસ્તિકાય મૂર્ત હેવાના કારણે વર્ણાદિ સહિત છે.