________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પણ હિંસા, જૂઠ, ચેરી કર્યા પછી તેના મનમાં કાંઈક જરૂર થાય છે કે આ મેં સારૂ નથી કર્યું. મિથુનમાં મસ્ત બનેલે આત્મા પણ
uતનાતે શોચતીતિ શુ’ આ વ્યુત્પત્તિથી વીર્યપતન થયા પછી આત્માને ગ્લાનિ–સ્લાનિ કંઈક અંશમાં પણ થાય છે. પરિ. ગ્રહીને આત્મા તે દુઃખોમાંથી બહાર આવી શકતું નથી. કોધી માણસને તમે કઈ કાળે પણ સુખી જોઈ શકવાના નથી, જ્યારે અહકારી માનવના માથા ઉપર સવા શેર માનવને ઠંડે પડે છે ત્યારે ભાઈસા'બ ધૂઆં પૂઓ થતાં આખી દુનિયાના ધમપછાડા કરવા લાગી જાય છે. માયાવી અને લેભી માણસેનાં આધ્યાન ક્યારેય પણ ઘટતા જણાશે નહિ. આ પ્રમાણે જેમના સેવનથી આન્તર સુદયમાં કંઈક પીડા થાય, તે આત્માના સ્વભાવરૂપે હોઈ શકે નહિ; અથવા જે કાર્ય કરવા માટે આત્માને પુરુષાર્થ વિશેષ કરે પડે તે તેનો સ્વભાવ કઈ રીતે થઈ શકે? જેમ કે અહિંસા માટે કંઈપણ પ્રયત્ન કરવાની જરૂર નથી જ્યારે હિસા–જૂઠ-ચેરી–મૈથુન-પરિગ્રહ આદિને માટે સૌને કંઈને કઈ પુરુષાર્થ કરતાં આપણે જોઈએ છીએ અને આ પાપના સેવન પછી સૌ કોઈને રેતાં–રીબાતાં, આંસું કાઢતાં કે હૈયા વરાળ કાઢતાં પણ જોઈ શકીએ છીએ. માટે પ્રાણાતિપાતાદિ આત્માને સ્વભાવ નથી પણ અધર્મ હોવાથી પરભાવ-વિભાવ કે વૈકારિક ભાવે છે.
અનાદિ કાળથી મેહના મદિરાપાનમાં બેભાન બનેલ આત્મા બકરાના ટોળામાં રહેલા સિંહના બચ્ચાની જેમ પોતાને સ્વધર્મ–સ્વભાવ કે સ્વઘર ભૂલી ગયા છે, માટે જ મગજનો અસ્થિર માણસ જેમ વાતે વાતે ભૂલે કરે છે તેમ આત્મા પણ મેહ મદિરાના ઘેનમાં પ્રાણાતિપાતાદિ તરફ શીઘ્રતાથી પ્રસ્થાન કરે છે.
- . . . ? ,