________________
શતક ૧૨ મું : ઉદ્દેશક–પ દેવાધિદેવની વાણી
આ ઉદ્દેશે રાજગૃહી નગરમાં ચર્ચા છે. "अहंद्वक्त्रप्रसूता गणधररचिता द्वादशागी विशाला"
જીહાઈન્દ્રિયના માલિકે બે ઈન્દ્રિય જીવોથી લઈ પંચે. ન્દ્રિય જી સુધીના હોય છે, તેમાં જે મિથ્યાત્વી, દુરભવી કે અભવી હોય તેમની ભાષામાં પદાર્થની યથાર્થતા સબંધીનું સત્ય વચન ઔપચારિક દૃષ્ટિએ કદાચ હોઈ શકે છે, પરંતુ નૈશ્ચયિક દષ્ટિએ હોતું નથી કેમકે જે પદાર્થ કેઈ કાળે જોયેલે ન હોય તેનું વર્ણન શી રીતે કરાશે ? - ભવ્યાત્માઓ પણ જ્યાં સુધી છાસ્થ હાય (ક્ષાપશમિક મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન) ત્યાં સુધી તે મહાપુરૂષ, સમ્યગદર્શન વિનાના ગી–મહાગી–પંડિત –મહાપ ડિત—તપસ્વી-મહાતપસ્વી–ધ્યાની–મહાધ્યાની કરતાં લાવાર શ્રેષ્ઠ છે, પૂજ્ય છે, છતાં પણ પદાર્થની યથાર્થતાને જાણી શકતા નથી અને કહી શકતા નથી.
મેહનીચ કર્મના ભેદ-પ્રભેદને સમૂળ નાશ કર્યા પછી બીજા ત્રણ ઘાતી કર્મોને ક્ષય થતા ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાનના માલિકે–અરિહંતદેવના શ્રીમુખે જે વાણી પ્રકટ થાય છે તેમાં અસત્યને એકેય અંશ હોતે નથી ચંદ્ર ઉપરથી બધાં વાદળાં ખસી ગયા હોય તે શરદપૂર્ણિમાને પ્રકાશ (ચાંદની) સૌને ઠંડક અને પ્રકાશ આપી શકે છે, અને ઔષધિઓમાં અમૃતત્વનું