________________
૬૯
શતક ૧૨ મું ઉદ્દેશક–૪
અસુરકુમારોથી લઈને વૈમાનિક દેવે સુધી નારની જેમ જાણવું. -
એ જ રીતેકિય-તેજસ-કાશ્મણમનવચન અને શ્વાસે શ્વાસ મુગલપરિવર્તન નારકથી વૈમાનિક સુધી ભૂતકાળમાં અનંત થયા છે અને ભાવિકાળમા જઘન્યથી બે ત્રણ કે ચાર અને ઉત્કૃષ્ટથી સંખ્યાત, અસ ખાત અને અનંત હેાય છે.
નરકાવાસમાં રહેતા નારક છમાંથી એક એક નારકને ભૂતકાળમાં ઔદારિક પુદ્ગલ પરિવર્તન કેટલા કહ્યાં છે?” ભગવાને જવાબમાં કહ્યું કે, “નારકને તે ઔદારિક પુદ્ગલેનો અભાવ હોવાથી ભૂતભાવિમાં એકેય નથી.”
એજ પદ્ધતિએ નારકને પૃથ્વીકાય અવસ્થામાં ઔદોરિક પુદ્ગલ–પરિવતે ભૂતકાળમા અનત થયા છે અને ભાવિમાં નારકેની જેમ સમજવા એ જ પ્રમાણે અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, વિકસેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્ય અવસ્થામાં એક એક નારકના ભૂતકાલીન ઔદારિક પુગલ પરાવર્તે અનંતા થયા છે અને ભવિષ્યકાળમાં કેઈકને સદ્ભાવ હોય છે અને કેઈકને નથી હોતું. આ પ્રમાણે આ વિષય મૂળ સૂત્રમાં સ્પષ્ટ અને વિસ્તારથી આલેખાયે છે
આજ વાત ગૌતમસ્વામીજી બીજી રીતે પ્રભુને પૂછે છે કે, “હે પ્રભો ! આપશ્રી કયા કારણે કહે છે, “આ ઔદારિક પુદ્ગલ પરિવર્તન છે. આ ઔદારિક પુગલ પરિવર્તન છે? તે તેમનું સ્વરૂપ શું છે ? ' જવાબમાં ભગવંતે કહ્યું કે, “જે કારણે ઔદારિક શરીરમાં રહેલ આ જીવાત્માએ તેને યોગ્ય પુદ્ગલ દ્રવ્યને ઔદારિક શરીરરૂપે ગ્રહણ કર્યા છે તથા જીવ