________________
૬૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહં ભા ૩ પિતાના રાગદ્વેષથી ઉપાર્જિત શુભાશુભ નિયાણાઓને જ્યારે સમય પરિપાક થાય છે, એટલે કે જે જીવે સાથે આપણને રાગદ્વેષના સટ્ટાબજારમા સત્કર્મોને અને પુણ્યકર્મોને જુગાર રમવાને હોય છે તે સમયે જ તે જીવ ઔદારિકાદિ શરીર ધારણ કરવા માટે માતાની કુક્ષિમાં આવે છે અને સંસારના સ્ટેજ પર આવીને પિતાનાં રચેલા માયાજાળના નાટકને રમવાનો પ્રારભ કરે છે અને જ્યારે રામાયણ પૂરી થઈ કે આ ભાઈ સાહેબ પાછા કર્મોની જેલમાં કારાવાસના કેદી થઈને બીજા સ સારા ખેલ કરનાર મદારીની જેમ ચાલ્યા જાય છે.
નારકોનો પુદગલ પરાવર્તન :
હે પ્રભે! નારકને કેટલા પુલ પરાવર્તાને સદ્ભાવ કહ્યો છે ? ” ગૌતમસ્વામીને આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું, “તેમને ઉપર કહ્યા મુજબ સાત પ્રકારના પુગલ પરાવને સદ્ભાવ છે. તે અસુરકુમારથી છેક વૈમાનિકે સુધીના દે માટે પણ જાણો ”
હે પ્રભે! નારક છમાંથી એક એક નારકે કેટલા પદગલ પાવતે કર્યા છે? ” “હે ગૌતમ! ભૂત(અતીત)કાળ અનાદિ છે, જીવાત્મા પણ અનાદિ છે, અને જીવની સંસારદશા પણ અનાદિની છે. માટે એક એક નારકને આ પદગલ પરાવર્તન અન ત થઈ ચૂક્યા છે. ભવિષ્ય માટેની વાત કહેતા ભગવતે કહ્યું કે “જીવાત્મા દુભવિક તથા અભવિક હોવાના કારણે કેટલાક નારકેને પુલ પરાવર્તનો અભાવ હોય છે અને બીજા જીવો જે નરકમાંથી નીકળીને મોક્ષમાં જવાના છે તેમને નથી. તથા બીજાઓને જઘન્યથી બે, ત્રણ કે ચાર અને વધારે સંખ્યાત અસ ખ્યાત-કે અનંત થશે.