________________
૬૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ સ્કંધના વિભાગ
આપણે પહેલાં જાણી ગયા છીએ કે પરમાણું માત્ર કારણરૂપે જ હોય છે અને સ્કંધે કારણે અને કાર્યરૂપે પણ હેય છે ઘણા પરમાણુઓ મળીને સ્કંધ બને છે માટે સ્કંધ કાર્ય થયું અને મારા ” આ સૂત્રથી સ્કંધ તૂટતાં તૂટતાં પુન. પરમાણુ બને છે, એટલે કે પરમાણુઓ માટે સ્કંધ કારણરૂપે પણ છે. આનુષંગિક આટલી વાત જાણ્યા પછી હવે આપણે ભગવતીસૂત્રનાં મૂળ સૂત્રને તથા ટીકાકારને જાણીએ.
ગૌતમસ્વામીજીએ ભગવંતને પૂછયું કે “હે પ્રભો ! જ્યારે બે પુદ્ગલ પરમાણુઓ ભેગા મળે છે ત્યારે તેમના સંગથી શું ઉત્પન્ન થાય છે? જવાબમાં પ્રભુએ કહ્યું કે
હે ગૌતમ! ભેગા મળેલા તે બંને પરમાણુઓ પિતાના પરમાણુત્વને ત્યાગીને દ્વિપ્રદેશિક (દ્વયશુક) સ્કંધરૂપે બને છે અને સ બોધાય છે. (આ પ્રમાણે આગળ પણ જાણી લેવું) હવે તે ક્રિપ્રદેશિક સ્કંધ નિમિત્ત મળતાં જ્યારે પાછા છૂટા પડે છે ત્યારે તેના એક ભાગમાં એક પરમાણુ અને બીજા ભાગમાં એક પરમાણુ એમ બે ભાગમાં એક એક પરમાણુ વિભક્ત થાય છેઅહીં અને આગળ પણ એટલું ધ્યાનમાં રાખવાનું કે કેઈ કાળે અને કેઈની શક્તિથી પણ એક પર માણુના બે ભાગ થઈ શકતા નથી તેથી દ્વિપ્રદેશિક સ્કંધમાંથી એક તરફ ૧ પરમાણુ અને બીજી તરફ ના પરમાણુને વિભાગ સર્વથા અશક્ય છે, કેમકે પરમાણુ પોતે જ અવિભાજ્ય હેવાથી આદિ, મધ્ય કે અંતમાં તે પિતે જ છે અર્થાત પરમાણુ કેઈની આદિમાં, મધ્યમ કે અંતમાં નથી. આ કારણે જ પરમાણુને રે ? : આદિ ભેદ હોઈ શકતા નથી.