________________
૬૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ થયા છે તે એક દિવસ નૈસર્ગિક કે નૈમિત્તિક કારણથી જમીન
સ્ત થાય છે અને તેની ઈટોથી બીજા સ્કંધનું નિર્માણ થાય છે અને માટી–૨ને ખાડામાં પુરાય છે. વળી પાછા એક દિવસે ખાડામાંથી તે પગલે બહાર આવે છે અને તેનાથી બીજે સ્કંધ રચાય છે. આવી રીતે પુગલે ભેગા થાય છે, છૂટા થાય છે. માટે જૈન શાસને કહ્યું છે કેઃ “પ્રતિસમયે ભેગા થાય અને છૂટા પડે તે પુદ્ગલ કહેવાય છે.”
પરમાણુ
"परमाश्च तेऽणवश्च परमाणवो निविभागद्रव्यरुपाः स्कन्धपरिणामरहिताः केवला: परमाणव:"
[ પ્રજ્ઞા ૧૦, જીવા) ૭ ] જેને બીજો ભાગ ન થઈ શકે તે પરમાણુ છે, જે આખાયે સંસારના નિર્માણનું મૂળ કારણ છે. આ પરમાણુમાં વર્ણ—ગંધ અને રસ એકેક હોય છે અને સ્પશ ચાર હોય છે. સ્નિગ્ધ, રૂક્ષ, શીત ને ઉષ્ણ
પરમાણુમાં રહેલા ચારે સ્પર્શેમાંથી સ્નિગ્ધ (ચિકાશવાળ), રૂક્ષ ()–આ બે પરમાણુઓ પિતાની યેગ્યતાને લઈને જ્યારે ભેગા મળે છે ત્યારે દ્વાણુક સ્કંધ બને છે, અને તેમાં જ્યારે એક-બીજે પરમાણુ મળતાં ચણુક સ્કંધ કહેવાય છે. આ પ્રમાણે ચાર-પાંચ-સાત યાવત્ અનંત કે અનંતાનંત સુધી ભેગા મળેલા પરમાણુઓનો સ્કંધ સંખ્યાત–અસંખ્યાતઅનંત કે અનંતાનંત પરમાણુઓને સ્કંધ કહેવાય છે. પરમાણુમાં સ્નિગ્ધતા કે રૂક્ષતા કેટલી જોઈએ? તે બીજી ભાગમાં “પુદ્ગલેના બંધની વિસ્તૃત વિવેચના” પ્રકરણમાંથી જાણી શકાશે.