________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મહારૌરવ, કુંભીપાક, કાળસૂત્ર, અસિપત્રવન, સુતરાભિમુખ, અકુપ, કૃમિજન, સંદશ, તપ્તસૂમિ, વજકંટ, શાલ્મલી, વૈતરણી, પૂર, પ્રાણરોધ, વીશસન, લાલાભશ્વ, સારયાદન, અવીચિ, અયપાન, ક્ષારકર્દમ, રક્ષેગણ ભેજન, શૂલપ્રેત, દદશક, અવટ નિધન, પર્યાવર્તન, સૂચિમુખ.
(ભાગવત : અધ્યાય ૨૬) હવે ઉપર્યુક્ત નારકેના અર્થ પણ જોઈએ:
(૧) તામિસ–છલ પ્રપંચ કરી બીજાનાં ધન, પુત્ર, પુત્રી કે તેની સ્ત્રીનું હરણ કરનાર આ નરક ભૂમિમાં આવે છે.
જ્યાં ખોરાક કે પાણી પીવા મળતું નથી, લાકડીના મારવડે યમદૂતે તેમને મારે છે અને નારકે બેભાન બને છે.
(૨) અંધતામિસ્ત્ર–બીજાને વિશ્વાસમાં રાખીને તેની સ્ત્રી સાથે ભેગવિલાસ કરનાર આ નરકમાં આવે છે. અહીં યમદૂતે બહું જ માર મારે છે, જેનાથી નારકીની બુદ્ધિ અને દૃષ્ટિમાં ભયંકર વેદનાઓ થાય છે અને તે કપાતા મૂળિયાવાળા ઝાડ જેવી અચેતન સ્થિતિને પ્રાપ્ત કરે છે.
(૩) રૌરવ—જે માણસ શરીર–ધન–પુત્ર-પરિવાર મારાં છે એવી માયામાં બીજાં પ્રાણીઓનો દ્રોહ કરીને માયા ભેગી કરનારને આ નરક મળે છે અને એટલે જ ભયંકર દુઃખ ભગવે છે.
(૪) મહારૌરવ–મનુષ્યલેકમાં માયાવશ બનીને બીજા
ને જે રીતે માર્યા હય, સંતાપ્યા હોય, રેવડાવ્યા હોય તે મરાયેલા અને દુઃખી બનેલા જ આ નરકભૂમિમાં “ફુરૂ” નામે પશુઓને આકાર લઈને તે તે જીને ભયંકર રીતે