________________
શતક ૧૨ મું ઉદ્દેશક–૩ થયેલે જીવ તે તે કમેને તે તે પ્રકારે અથવા તેનાથી વધારે પ્રમાણમાં ભગવે છે. તેમનું અવધિજ્ઞાન તેમને માટે અત્યંત દુઃખદાયી બનવા પામે છે. તે જ્ઞાન દ્વારા તે જાણી શકે છે કે,
સામેથી આવતે બીજે નારક મારે દુશમન હતું, મારી ચાડી ખાતે હતે, મારા વ્યાપારને હાનિ કરતો હતે, ગયા ભવમાં આ મારી જેઠાણી હતી, સાસુ હતી, અને મારા ઉપર આટલે ત્રાસ ગુજરતી હતી.” ઈત્યાદિ તે ભવની મિનિટ મિનિટની હકીકતે અવધિજ્ઞાન દ્વારા યાદ આવે છે અને પરસ્પર બંને નારકે લાકડી, બરછી, ભાલા, તલવાર, ગેફણ, પત્થર આદિ વડે લડી મરે છે, અને અસુર ગતિને પ્રાપ્ત થયેલા પરમાધામીઓ તેમનાં કરેલાં પાપોને યાદ દેવડાવીને તે નારને ગરમાગરમ સીસું પીવડાવે છે, કુહાડીથી લાકડાની છાલ ઉખાડે તેમ ચામડી ઉતારે છે, કાકડી અને બીજા શાકની જેમ તેમને ચીરે છે, પછી તેમાં મીઠું મરચુ નાખે છે, ચણા આદિની જેમ ભઠ્ઠીમાં શેકે છે, ત્યાંથી બહાર કાઢીને ગરમાગરમ તેલની કડાઈમાં નાંખે છે, હાથ–પગ કાપે છે, આંખ-નાક છેદે છે. આગળીના નખ આખાને આખા કાઢી નાંખે છે. મોટા મોટા સર્પો, વિંછીઓ, દીપડાઓ, બિલાડાઓ કૂતરાઓ આદિ દ્વારા ભય કર જીવલેણ વેદનાઓ આપે છે. ઈત્યાદિ સર્વથા અસહ્યા વેદનાને ભેગવતા નારક જીવે ત્યાં લાંબા કાળ સુધી રહે છે.
ભાગવતમાં નારકનું વર્ણન:
જીવ માત્રને પાપનો ભય રહે તે માટે ભાગવત(વૈષ્ણવાનું શાસ્ત્રોમાં આવેલ નારકનાં દુઃખનું વર્ણન પણ જાણી લઈએ. ત્યાં ૨૧ અને પ્રકારાન્તરે ૨૮ નારકનું વર્ણન છે, તેનાં નામે આ પ્રમાણે છે તામિસ, અંધતામિસ, રૌરવ,