________________
શતક ૧૩ મું : ઉદ્દેશક-૩ શ્રેણિકનું વર્ણન :
ઈતિહાસના પાને વંચાય છે કે કૃષ્ણ રાજાની દ્વારિકાને તથા રાવણ રાજાની સુવર્ણમયી લંકાને પોતાનાથી ચઢિયાતી બીજી એકેય નગરી ન હોવાના કારણે સમાતીત ગર્વ હતે. પણ મગધ દેશના રાજા શ્રેણિકની રાજગૃહી નગરીને જોયા પછી લાજની મારી દ્વારિકા સમુદ્રમાં ડૂબી અને લંકા બળીને ખાખ થઈ ગઈ. અને બિચારી દેવેની અમરાવતી તે શરમની મારી સ્વર્ગમાં જઈને રહી. એવી મગધ દેશની રાજધાની રાજગૃહી અદ્વિતીય હતી. ત્યાં શ્રેણિક નામે રાજા હતે. ઔપપાતિક સૂત્ર પ્રમાણે તે ઘણે જ રૂપાળે હતું, તેની જીભ સાકર જેવી મીઠી હતી, તરવાર યમરાજાની જીભ જેવી હતી. એક આંખમા જૈન શાસનને રંગ ભર્યો હતો ત્યારે બીજી આખમાં જૈનત્વના વિરોધીઓને પરાસ્ત કરવાની ઝંખના હતી. ભગવાન મહાવીરસ્વામીની અમૃતમયી વાણીને સાંભળવા માટે તેના કાન હંમેશાં તૈયાર જ રહેતા. પરંતુ બીજાનાં પાપ તથા ભુ ડાઈને સાભળવા માટે તેની પાસે કાન જ ન હતા. જાણે કે સ્વામી ભાઈઓને કઈક આપવાના જ ઇરાદાથી હોય તેમ તેના હાથ ઢીંચણ સુધી લાવ્યા હતા. હાથીના ગંડસ્થળમાં મેતી હશે કે કેમ ? તે તે પરમાત્મા જાણે, પણ આ રાજાના દાંત તે વેતતામાં મોતીઓને પણ ઝાખા પાડે તેવા હતા. એવા આ રાજાને ઘણું રાણુઓ હતી તેમાં ચલ્લણ રાણું મુખ્ય પટ્ટરાણી હતી.