________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૨
૪૭ ગોપભોગ વિરમણ વ્રત”ની અનુપમ ભેટ જૈન શાસને કરેલી છે. તે હું પણ તે વ્રતની મર્યાદામાં આવીને મારાં મનવચન તથા કાયા પવિત્ર બનાવું !
(૭) વૈદકશાસ્ત્ર પણ કહે છે કે ઘણી વનસ્પતિઓ એવી છે કે જે ખાવાથી ખાનારનું લેાહી બગડે, માસ બગડે, હાડકા બગડે ચાવત્ શુક્ર અને રજ બગડે છે, તે પછી જૈન શાસનને જ માન્ય કરીને તેવી અભક્ષ્ય વસ્તુઓના ભેગોપભેગનુ વિરમણ કરવામાં જ એકાન્ત મારૂં હિત સમાયેલું છે.
ઈત્યાદિક વિચારો કેવળ પાંચ મિનિટને માટે પણ જે ભાગ્યશાળી પિતાના મનમાં કરશે, તેમને તારવાને માટે જૈનવાણું પૂર્ણ સમર્થ છે. હવે બીજા ઉદ્દેશાને સમાપ્ત કરતાં પહેલાં એ વાત પર આપણે લક્ષ્ય આપીએ કે જયંતી શ્રાવિકા છેવટે દેવાનન્દાની જેમ દીક્ષા લઈ પિતાના કર્મોનો ક્ષય કરી મેલમાં બિરાજમાન થશે.
હૂ બારમા શતકના આજે ઉદ્દેશ સમાપ્ત છે
.