________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૨) વાર્થસાધનાને બદલે પૂરાર્થસાઘના આવે છે. (૩) ટૂંકી દષ્ટિ જાય છે અને વિશાળ દષ્ટિ અવે છે.
(૪) પૌગલિક દૃષ્ટિ વિદાય લે છે અને આધ્યાત્મિકતા આવે છે. (૬) અને છેવટે સમ્યગ્દર્શનને ઉદયકાળ પ્રગટે છે.
–ત્યારે જ માનવ સાચા અર્થમાં માનવ બને છે.
અરિહંતદેવનું શાસન કહે છે કે, તેવા સમયે જ પિતાનાં સકાર્યો, પુણ્યપવિત્ર કાર્યો કરવામાં જેમની બુદ્ધિ ખલિત થાય નહિ, મનમાં મૂકવણન થાય અને પિતાના નિશ્ચયબળથી ડગે નહિ તેવા માણસે જ દક્ષ કહેવાય છે. અને તેમની દક્ષતા પિતાનું, પારકું, સમાજનું, દેશનું ભલુ કરવામાં યશસ્વિની બને છે.
યદ્યપિ જેમના જીવનમાં ચેરી, બદમાશી, જુઠ, પ્રપંચ અને કાળાં ના હોય છે તેઓ પણ પોતાનાં કાર્યોમાં કુશળ અને સાવધાન જ હોય છે, પરંતુ વિચારવાનું એ છે કે જે ચતુરાઈ, ચાલાકી, પોલીસી (માયા–મૃષાવાદ) આદિથી જીવનમાં દુર્ગુણ વધે, માનવતા પરવારી જાય તેવી ચતુરાઈ, ચાલાકી, ભણતર કે ગણતર પણ પિતાને માટે સમાજને માટે કે દેશને માટે પણ શા કામનાં? આ કારણે જ ભગવતે કહ્યું કે, “ધાર્મિક વ્યક્તિઓને મળેલી-દક્ષતા સારા માટે છે અને જે વ્યક્તિઓને મળેલી દક્ષતા સારા માટે છે અને જે વ્યક્તિઓમાં ધાર્મિકતાઆદિ નથી તેઓ આળસુ, કમર, અશક્ત બન્યા રહે તેથી પિતાને, સમાજને કે દેશને કઈપણ હાની થવાની નથી.