________________
૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ઐયંપથિક આશ્રવના માલિકના જીવનમાં રાગ-દ્વેષ–મેહમાયાની ચિકાશ સર્વથા સમાપ્ત થયેલી હોવાના કારણે ત્યાં રજકણ ચેટી શકતા નથી.
જ્યારે તે વીતરાગને છેડીને બીજા ને જીવન-વ્યવહાર કાષાયિક ભાવના રંગમાં પૂરેપૂરે ૨ ગાયેલું હોવાથી તેમની પ્રત્યેક ક્રિયા રાગાત્મક કે દ્રષાત્મક જ હોય છે. માટે તેમના માટે પ્રતિસમયે સાતે કર્મોના દ્વાર ઉઘાડા જ હોય છે.
અમુક પરિસ્થિતિને લઈને કેઈકે સમયે તેમનો કષાયભાવ દબાઈ ગયેલું દેખાય છે, છતાં એ આન્તરૂ જીવનમાં ક્રોધ માન -માયા અને લેભ પોતાની સત્તા જમાવી બેઠેલા હોવાથી તે ભાગ્યશાળીઓની ખાવા-પીવા, સૂવા–ઉઠવા, લખવા, હસવારેવા આદિની બધી ક્રિયાઓ કષાયભાવથી વ્યાપ્ત જ હોય છે. •
માની લઈએ કે અમુક સાધક આત્માઓની ઘણી કિયાએમાં ક્રોધ-માન કે માયા નામના કષાયે દષ્ટિગોચર થતા નથી તો પણ ગુપ્ત વેષધારીની જેમ લેભસતા તે દેખાઈ આવે છે. જેમ કે ક્યાય ધનને લેભ તો બીજે સત્તાને લેભ, ત્રીજે માન-પ્રતિષ્ઠાને લેભ, કયાંય પુત્ર-શિષ્યને લેભ, જ્યારે કયાંય સૂક્ષ્મ પ્રકારે વિષય-વાસનાને લેભ, આમ નાટકમ ડળીમાં એક જ નટ જુદા જુદા રૂપે આવે છે તેમ લેભ નામને જબરદસ્ત નટ પણ જૂદા જૂદા રૂપે અવતરિત થઈને માણસને પિતાને સ્વાધીન કરે છે, એટલે કે માનવમાત્ર જે કઈ કરે છે, તેમાં તેમનો અશ જરૂર રહેવાનું જ છે અને જ્યા લેભ હોય છે, ત્યાં પ્રચ્છન્નપણે ક્રોધની સંભાવના પણ નકારી શકાતી નથી.