________________
શતક અગ્યારમું : ઉદ્દેશક–પ
'નાલિક ની વક્તવ્યતા
સમવસરણમાં બિરાજમાન, તીર્થકરપદ શોભિત ભગવંત મહાવીરસ્વામીને વંદન કરી સ્તુતિ કરતાં ગૌતમસ્વામીએ કહ્યું કે, “આધિ-વ્યાધિ અને ઉપાધિરૂપ દાવાનળથી દગ્ધ થયેલા 'પ્રાણીઓને માટે મેઘના નીર જેવા દેવાધિદેવ ભગવંતને અમે નમીએ છીએ.”
સંસારની માયાને સેવનારા જીવાત્માની ચારે બાજુ ઉત્પન્ન થયેલી મેહકર્મરૂપી ધૂળને નાશ કરવામાં પવનની જેવા આપશ્રીને અમે મન-વચન અને કાયાથી ભાવપૂર્વક સ્તવીએ છીએ.”
સંસારની માયારૂપી પૃથ્વીના પેટાલને ફેડવા માટે હળની જેવા, પતિતપાવન, ભગવંતને અમે અમારા શ્વાસશ્વાસે લાવાર મરીએ છીએ.”
“કલ્પાંતકાળના વાવાઝેડાથી પણ ચલાયમાન નહીં થનારા માટે જ મેરૂ પર્વતની જેવા ધીર-ગંભીર જિનેશ્વરદેવેને અમે ત્રિકાળ પ્રમીએ છીએ.”
સર્વશિષ્ટ ધ્યાનની પ્રક્રિયારૂપી તાપવડે સૂર્યની જેમ, અનંતકાળના ઉપાર્જન કરેલા કર્મોના વિપાકરૂપી કાદવને જે