________________
શતક અગ્યારમું : ઉદ્દેશક-૪
કુંભક વનસ્પતિની વક્તવ્યતા
દયાના મહાસાગર, અહિંસાના પૂર્ણ આરાધક, જગતની શાંતિ માટે સ્યાદ્વાદ સિદ્ધાંતના પ્રચારક તથા કરોડ કરોડ દે, દેવેન્દ્રો, અસુરેન્દ્રોથી પૂજિત અને પરિવૃત ભગવંત મહાવીર સ્વામીને સ્તવતાં ગૌતમસ્વામીએ કહ્યું કે, ત્રિલોક્યખ્યાત આપશ્રીને મહિમા હંમેશાને માટે સો જીને અચિંત્ય જ રહ્યો છે. અને મારા માટે તે વિશેષ પ્રકારે, કેમકે તમારે મારે અંતર જ્યારે પૂરાશે ? કોણ પૂરશે? કેવી રીતે પૂરાશે? હે પ્રભે!
આપશ્રી પોતે નિર્ગુણ છે, જ્યારે હું સગુણ છું. આપશ્રી નિષ્ક્રિય છે, જ્યારે હું સક્રિય છું. આપ નિષ્કર્મા છે, અને હું સકર્મા છું. તમે નિષ્કલંક છે, હું સકલંક છું. આપ નિષ્કળ છે, જ્યારે હું સકળ છું. આપ નિરૂપાધિક છે, જ્યારે હું પાધિક છું. તમે રૂપ વિનાના છે, હું રૂપવાન છું. તમે બ્રહ્મસ્વરૂપ છે, હું અબ્રહ્મ છું. તમે વેદ વિનાના છે, હું વેદવાળે છું. તમે અમલ છે, હું સમલ છું.