________________
૩૩૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૪ અનાદિ કાલીન આત્મીય દૂષણનું દમન કરનારા હોય છે. પ. યથાશક્ય ગૃહસ્થાશ્રમીના સંસર્ગથી અને તેમની ઓળ
ખાણથી દૂર રહેનારો હોય છે. ૬. કામ અને લેભને નિગ્રહ કરનારે હોય છે. ૭. પઠન-પાઠન-ધ્યાન અને જાપ આદિ પ્રવૃત્તિઓ જ જેને
પ્રાણપ્યારી હોય છે. ૮. ગૃહસ્થની એકે સંસ્થા સાથે રાગ-દ્વેષથી સંકળાયેલે નહીં
હોય.
ઉપર્યુક્ત પ્રસંગમાં ક્યાય પણ રાગ-દ્વેષ રાખ્યા વિનાને સાધક જ સાચી સાધક્તા પ્રાપ્ત કરે છે. અને એક, બે, ત્રણ છેવટે આઠ ભવે પણ મેક્ષ પામે છે. જ્યારે શ્રત સામાયિકસમ્યક્ત્વધારી, દેશવિરતિ શ્રાવક અસંમેય ભવ પણ કરશે અને દર્શન-જ્ઞાનના ધારક હોવા છતાં પણ યદિ તે ચારિત્ર વિનાને છે તે અસંખેય ભ હજી તેમને કરવાના રહેશે.
પુગલ પરિણામ :
પ્રશ્ન–હે પ્રભે! પુદ્ગલેનું પરિણમન કેટલા પ્રકારનું છે? જવાબમાં ભગવાને કહ્યું કે હે ગૌતમ! તે પાંચ પ્રકારનું છે. યથાતિ, વર્ણ પરિણામ, ગંધ પરિણામ, રસ પરિણામ, સ્પર્શ પરિણામ અને સંસ્થાના પરિણામ.
એટલે કે જ્યાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય તે પુદુગલ જ છે. જીવને ગંધ, વર્ણ, રસ, સ્પર્શ અને સંસ્થાન નથી માટે તે પુદ્ગલ નથી.